તહેવારોને ઝગમગાવે એલઇડી લાઇટ્સની સજાવટ

તહેવારોને ઝગમગાવે એલઇડી લાઇટ્સની સજાવટ

નવરાત્રિ પછી હવે લોકો આગામી તહેવારોની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત રહી ગયા છે. તેઓ આ તહેવારોના દિવસોને રોશનીની ઝાકઝમાળથી ઉજવવા ઇચ્છે છે અને તેમની આ ઇચ્છા પૂરી કરવામાં મદદ કરે છે અવનવી એલઇડી લાઇટ્સ. હાલમાં માર્કેટમાં સાદા બલ્બથી માંડીને સીએફએલ, ફ્લોરોસન્ટ અને એલઇડી લાઇટ્સ જેવા અનેક વિકલ્પ મળે છે. આની મદદથી તમે ઘરને આકર્ષક રીતે સજાવી શકો છો. આ લાઇટ્સ સેલિબ્રેશનની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. એલઇડી લાઇટ્સ ઓછી ખર્ચાળ ઘરમાં સજાવટ માટે એલઇડી લાઇટ્સનો આર્થિક રીતે ઓછો ખર્ચાળ સાબિત થાય છે કારણ કે એમાં બહુ ઓછી વીજળી વપરાય છે. ઘરમાં લો એનર્જીવાળી એલઈડી લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તમે રસોડામાં, ડ્રોઈંગ રૂમમાં, બેડરૂમ અને બાથરૂમમાં આ એલઈડી લાઈટ લગાવી શકો છો.

આ એલઇડી લાઇટ્સની સાઇઝ અને કલર નક્કી કરેલા ડેકોરેશનના આધારે સિલેક્ટ કરવામાં આવે છે. તમે એક રૂમમાં બેથી વધારે એલઇડી લાઇટ્સનો ઉપયોગ કરી શકો છો. જો રૂમ નાનો હોય તો એલઈડી બલ્બ લગાવવો પૂરતો છે. સર્જે છે રોમેન્ટિક વાતાવરણ એસઇડી લાઇટ્સથી સજાવટ કરાય તો ઘરની સુંદરતામાં વધારો થઇ શકે છે. ગુલાબી એલઇડી લાઇટ્સ રોમેન્ટિક વાતાવરણનું સર્જન કરી શકે છે. તમે ડ્રોઇંગરૂમ અથવા લિવિંગ રૂમના એક કોર્નરમાં અથવા તો સાઇડ ટિપોય પર એલઇડી લાઇટ્સ ધરાવતા શો-પીસ ગોઠવી શકો છો, જેમાંથી પ્લાસ્ટિકના ઝીણા તાર બહાર આવતાં હોય. આને રાતના સમયે ચાલુ કરવાથી તમે જે કલરની એલઇડી ધરાવતા શો-પીસ ગોઠવ્યા હશે, તે રંગના નાના-નાના ફુવારા બહાર આવતા હોય છે. આવા શો-પીસ બહુ આકર્ષક લાગે છે. જો તમારા બેડરૂમમાં રોમેન્ટિક વાતાવરણ ક્રિએટ કરવા ઇચ્છતાં હો તો હાર્ટ શેપના પાનના ઝુમખાંની ડિઝાઇન ધરાવતી લાઇટ પિંક એલઇડી લાઇટ્સને એક કોર્નરમાં અથવા તો તમારા બેડના સાઇડ ટેબલ પર રાખો. આનાથી વાતાવરણમાં રોમાન્સનો રંગ રેલાઇ જશે. ફ્લોર લેમ્પનો કોન્સેપ્ટ જો તમે ઇચ્છો તો બેડરૂમ અને લિવિંગ રૂમને ફ્લોર લેમ્પની મદદથી સુંદર રીતે સજાવી શકો છો. એની મદદથી સરળતાથી કોઈ સ્પોટને હાઇલાઇટ કરી શકાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow