કાંગશિયાળીના સરપંચે ગુપ્ત લિસ્ટ બનાવી સરકારી જગ્યા બારોબાર પધરાવી દીધી !

કાંગશિયાળીના સરપંચે ગુપ્ત લિસ્ટ બનાવી સરકારી જગ્યા બારોબાર પધરાવી દીધી !

કોઇ પણ ગામમાં સરકારી જમીનનું રક્ષણ કરવાની જવાબદારી ગ્રામપંચાયતની હોય છે પણ રાજકોટના લોધિકા તાલુકાના કાંગશિયાળી ગામે સરપંચ અને ગ્રામપંચાયતે જ ગરીબોને આપવાના સરકારી પ્લોટ પોતાના મળતિયાઓને બારોબાર મકાન બનાવવા માટે આપી દીધા છે. કાંગશિયાળી ગામે 2015માં નવું ગામતળ નીમ કરાયું હતું. આ ગામતળમાં 32 પ્લોટ છે જે બીપીએલ યાદીમાં આવતા ગરીબ પરિવારોને આપવાના હતા જ્યારે 4 પ્લોટ હરાજીથી વેચવાના હતા. ગરીબોને આપવા માટેની યાદી તૈયાર થઈ રહી હતી અને 8 પરિવારને ફાળવણી કરવાની મંજૂરી મળી હતી પણ સનદ આપવાની બાકી હતી જેથી કબજો સોંપાયો ન હતો.

કાંગશિયાળી ગામે 2015માં નવું ગામતળ નીમ કરાયું
છેલ્લા કેટલાક દિવસથી ત્યાં બાંધકામ ચાલુ કરાયું હતું.  તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગામના સરપંચ રમેશ વાઘજી પરમાર અને તેના મળતિયાઓએ ગુપ્ત યાદી તૈયાર કરી હરાજી સિવાયના પ્લોટ નંબર પર કોને જમીન આપી હતી અને બધાને એકસાથે જ બાંધકામ ચાલુ કરવા કહી દીધું હતું.  આ ગુપ્ત લિસ્ટ મેળવીને ખરાઈ કરતા સરપંચના પત્ની કિરણબેન અને બહેન ભાનુબેન વાઘેલાના નામ નીકળ્યું હતું. ભાનુબેન તે ગામના રહેવાસી પણ નથી જસદણ રહેતા હતા. આ ઉપરાંત પિતરાઈ વિરમ ચીનુ પરમાર સહિતના નામ મળ્યા છે.

ગામતળ હોવાથી દબાણ દૂર કરવાની સત્તા રેવન્યૂ વિભાગની
​​​​​​​ સરપંચ રમેશનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, ‘પ્લોટની મંજૂરી મળી છે પણ સનદ બાકી છે, જે ગરીબ છે તે પોતાની રીતે મકાન બનાવી રહ્યા છે!’ કોને કોને મંજૂર થયા તેની વિગત માગતાં તેઓ એકપણ નામ આપી શક્યા ન હતા. મંજૂર કોને થયા તે મામલે તલાટી મંત્રી ચિરાગ મોરીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, ‘અત્યારે જે મકાન બનાવાઈ રહ્યા છે તેની કોઇ મંજૂરી નથી. ગામતળ હોવાથી તે દબાણ દૂર કરવાની સત્તા રેવન્યૂ વિભાગની છે.’

આ લોકોને અપાયા પ્લોટ
​​​​​​​દીપક ઘોઘા ઝાપડા, કિશન ભરત ચાવડા, દેવજી ભીમા ચાવડા, શાંતુબેન નથુ ચાવડા, સુરેશ જેઠા ચાવડા, શોભનાબેન મુકેશ ચાવડા, મોહન પ્રેમજી ચાવડા, ભાનુબેન ભીખા વાઘેલા, હંસાબેન અનિલ ડાભી, રમેશ દુર્લભજી, પરશુરામ દુર્લભજી અગ્રાવત, ઈલાબા ધર્મેશસિંહ સોલંકી, બહાદુર ગાંડુ મકવાણા, વિપુલ હેમુ પઢિયાર, નિર્મળસિંહ ગુલાબસિંહ જાડેજા, પ્રવીણ રણછોડ મકવાણા, દિલીપ રણછોડ મકવાણા, મનસુખ જાદવ મકવાણા, રાજેશ જાદવ મકવાણા, દીપક જાદવ મકવાણા, રમેશ જાદવ મકવાણા, વિરમ ચીનુ પરમાર, કિરણબેન રમેશભાઈ પરમાર, અમુ વાલજી પરમાર, મંગુબેન મનસુખ પરમાર, જગદીશ જાદવ મકવાણા, સુરેશ જાદવ મકવાણા, સુરેશ ચીનુ પરમાર.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow