ઘોડા પર બેસવાનો હક્ક બાપુનો છે, કહી વરઘોડા પર પથ્થરમારો

ઘોડા પર બેસવાનો હક્ક બાપુનો છે, કહી વરઘોડા પર પથ્થરમારો

શહેરાના તરસંગ ગામે વરરાજા ઘોડા પર બેસી ગામમાં ફરતાં ગામના કેટલાક શખ્સો આવીને ઘોડા પર બેસવાનો હક્ક ગામના બાપુઓને છે, તેમ કહી વરરાજા સાથે ઝપાઝપી કરી વરઘોડા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં વરરાજા, તેની માતા અને બહેનને ઇજા થતાં શહેરા પોલીસ મથકે 11 સામે રાયોટિંગ સહિતનો ગુનો નોંધાયો છે.

ઘોડા પર બેસવાનો હક્ક ગામના બાપુઓને
​​​​​​​સોમવારની રાતે શહેરાના તરસંગ ગામના ભઠ્ઠી ફળિયામાં રહેતા હિમ્મતસિંહ સભસિંહ બારીઆના પુત્ર નિમેષનું લગ્ન હતું અને તેનો વરઘોડો ગામમાં ફરી રહ્યો હતો. રાતના 11 વાગ્યાની આસપાસ વરઘોડો ગામમાં આવેલી જૂની દૂધ ડેરી ચોરા આગળ આવતાં ત્યાં ગરબાની રમઝટ ચાલી રહી હતી. તે વખતે ગામના જ લીમડા ફળિયામાં રહેતા પુષ્પતસિંહ હિમ્મતસિંહ સોલંકી, ભરતસિંહ કાળુસિંહ સોલંકી, નિકુલસિંહ પુષ્પતસિંહ સોલંકી અને અશ્વિનસિંહ અરવિંદસિંહ સોલંકી અચાનક વરરાજા નિમેષ જે ઘોડા પર બેઠો હતો ત્યાં પહોંચી ગયા હતા.

વરઘોડામાં અફરા-તફરીનો માહોલ સર્જાયો
આ શખ્સો વરરાજાને ઘોડા ઉપરથી નીચે ઊતરી જવાનું કહેવા લાગ્યા હતા. ‘ઘોડા પર તો અમે બાપુ જ બેસી શકીએ, તું કેવી રીતે બેઠો?’ એમ કહીને વરરાજા નિમેષની ફેંટ પકડીને ઘોડા પરથી નીચે ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે નિમેષની માતા અને અન્ય લોકો સમજાવવા માટે આવતાં તેઓ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને ઘોડા ઉપર બેસવાનો હક્ક અમને બાપુઓને છેનું રટણ સતત ચાલુ રાખ્યું હતું. દરમિયાન જૂની દૂધ ડેરી પરથી કેટલાક માણસોએ અચાનક જ પથ્થરમારો કરતાં વરઘોડામાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

વરઘોડામાં આવેલા ડીજેની પણ તોડફોડ કરવામાં આવી ​​​​​​​
આ ઉપરાંત વરઘોડામાં સામેલ લીમડાવાળા ફળિયામાં રહેતા ગજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકી, નરેન્દ્રસિંહ કનકસિંહ સોલંકી, ભૂપેન્દ્રસિંહ બળદેવસિંહ સોલંકી, નરેન્દ્રસિંહ ગિરવતસિંહ ભાટી, મહેન્દ્રસિંહ રણવતસિંહ સોલંકી, શૈલેષસિંહ વિક્રમસિંહ સોલંકી અને કૈલાશબેન મહેન્દ્રસિંહ સોલંકી પણ નજીકમાં આવેલા મંદિરની ધજાના દંડા કાઢીને માર મારવા લાગ્યાં હતાં. આ સિવાય વરઘોડામાં આવેલા ડીજેની પણ તોડફોડ કરવામાં આવી હતી.

હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ​​​​​​​

પથ્થરમારામાં વરરાજાની માતાને માથાના ભાગે પથ્થર વાગતાં તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. જ્યારે વરરાજા નિમેષ તેમજ પિતરાઈ બહેનને પણ ઈજાઓ થતાં રાત્રીના સમયે ખાનગી વાહન મારફતે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. શહેરા પીઆઈ રાહુલ રાજપૂતને ઘટના અંગેની જાણ થતાં રાત્રીના પોલીસ કાફલા સાથે તરસંગ ગામે પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

વરરાજાના પિતાની ફરિયાદના આધારે પોલીસે 11 વ્યક્તિઓ સામે રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow