દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ બાળકીને જન્મ આપ્યો

દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ બાળકીને જન્મ આપ્યો

અનૈતિક સંબંધોથી જન્મેલા બાળકને કાં તો ઘોડિયા ઘરમાં મૂકી દેવામાં આવે છે. અથવા નિર્જન સ્થળે તેના નસીબના ભોગે ફેંકી દેવામાં આવે છે. લોકલાજ થી બચવા માટે વધતા જતાં આવા કિસ્સા મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. ત્યારે ડીસામાં એક 17 વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યા પછી કહ્યું હતું કે, મારે દીકરીને મારવી નથી. જેની જાણ હિંદુ યુવા સંગઠનને કરવામાં આવતા તેમણે નવજાત બાળકીને પાલનપુર ચિલ્ડ્રન હોમમાં મુકી હતી.

17 વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યો
ડીસા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું કે, વહેલી સવારે એક બહેનોનો ફોન આવ્યો હતો કે, બધા જ કામકાજ પડતા મૂકી અને હોસ્પિટલમાં આવો અમારી ઈજ્જતનો સવાલ છે. હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે ફોન કરનારી મહિલાએ જણાવ્યું હતું કે, ખેતરમાં છુટા છવાયા વિસ્તારમાં ઝુંપડા બનાવી રહેતાં પરિવારની 17 વર્ષની કુંવારી કિશોરીને કોઈ સાથે અનૈતિક સબંધ થઈ જતાં ગર્ભ રહી ગયો હતો. જેની તેની માતા અને પરિવારને જાણ થઈ હતી. જોકે, સમાજમાં કોઈને ખબર ન હોવાથી ડીસા લઈ આવ્યા હતા. જ્યાં તેણીએ બાળકીને જન્મ આપ્યો છે.

બાળકીને ચાઈલ્ડ હોમમાં મોકલવામાં આવી
​​​​​​​​​​​​​​જન્મ આપનારી કિશોરી એવું કંઈ રહી છે કે, મારે મારી દીકરીને મારવી નથી. આથી જો દીકરીને સાથે લઈ જઈએ તો ક્યાંય મોઢું બતાવવા લાયક રહેશું નહીં. જો ઘોડીયાઘરમાં સ્વીકારવામાં નહીં આવે તો રસ્તામાં ક્યાંક ફેંકી દઈશું. આથી મદદ કરો. તેમની વાત સાંભળ્યા પછી મને થયું કે, જો રસ્તામાંથી ત્યજી દેવાયેલી બાળકી મળી હોત તો પણ તેનો જીવ બચાવવો મારી પ્રથમ ફરજ બનત. આથી આ બાળકીને પાલનપુર ચાઈલ્ડ હોમમાં લઈ આવ્યો હતો. જ્યાં સરકારના નિયમ પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ જમા કરાવી બાળકીને ત્યાં સોંપવામાં આવી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow