પોલીસે બંનેની ચેટ રિકવર કરી, તુનિષાએ આત્મહત્યા કરી તે દિવસે એક્ટરે દોઢ કલાક વાત કરી હતી

પોલીસે બંનેની ચેટ રિકવર કરી, તુનિષાએ આત્મહત્યા કરી તે દિવસે એક્ટરે દોઢ કલાક વાત કરી હતી

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા સુસાઇડ કેસમાં પોલીસે બુધવાર, 4 જાન્યુઆરીના રોજ શિજાન મોહમ્મદ ખાનની સિક્રેટ ગર્લફ્રેન્ડનો ફોન જપ્ત કર્યો છે. ડિલિટ કરેલી ચેટ રિકવર કરવા માગે છે. હાલમાં જ પોલીસે શિજાનની સિક્રેટ ગર્લફ્રેન્ડની પૂછપરછ પણ કરી હતી.  

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અત્યાર સુધી બંને ફોનમાંથી કેટલીક ચેટ્સ રિકવર કરવામાં આવી છે. આ ચેટ્સથી ખ્યાલ આવે છે કે શિજાને તુનિષાએ આત્મહત્યા કરી તેના થોડા કલાક પહેલા સિક્રેટ ગર્લફ્રેન્ડ સાથે દોઢ કલાક સુધી વાત કરી હતી.

શિજાન-તુનિષાની ચેટ રિકવર થઈ
પોલીસે થોડા દિવસ પહેલા શિજાનના ફોનમાંથી વ્હોટ્સએપ ચેટ તથા રેકોર્ડિંગ રિટ્રીવ કર્યું હતું. તમામ ચેટને સ્કેન કરવામાં આવી હતી. જોકે, બંનેની ચેટમાંથી પોલીસને કંઈ જ શંકાસ્પદ મળ્યું નથી.

તુનિષાની માતાએ શિજાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી
તુનિષાએ 24 ડિસેમ્બરના રોજ સિરિયલ 'અલીબાબા દાસ્તાને કાબુલ'ના સેટ પર આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના થોડાં સમય બાદ જ વનીતા શર્માએ દીકરીના કો-સ્ટાર શિજાન સામે પોલીસ ફરિયાદ કરી હતી. વનીતા શર્માનો આક્ષેપ હતો કે શિજાને જ દીકરીને આત્મહત્યા માટે ઉશ્કેરી હતી. શિજાન હાલમાં જેલમાં છે.

શિજાનના વકીલે શું કહ્યું?
શિજાનના વકીલે કહ્યું હતું કે પોલીસ પાસે શિજાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તુનિષાની માતાએ લગાવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને તેમને વિશ્વાસ છે કે શિજાન નિર્દોષ જાહેર થશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow