ચેક બા‌ઉન્સ થતાં અન્ય ખાતામાંથી નાણાં કપાશે

ચેક બા‌ઉન્સ થતાં અન્ય ખાતામાંથી નાણાં કપાશે

નજીકના ભવિષ્યમાં ચેક બાઉન્સ થશે તો ખાતેદારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચેક બાઉન્સના વધી રહેલા કેસો પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર નવા નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે.

નાણા મંત્રાલય ચેક બાઉન્સના કેસમાં ખાતેદારના અન્ય ખાતામાંથી નાણા કાપી લેવા તથા આવા પ્રકારની ઘટનાઓમાં ખાતેદાર પર નવું ખાતુ ખોલવા પર રોક મુકવા જેવા પગલાં ભરવા વિચારણા કરી રહ્યું છે. ચેક બાઉન્સના વધી રહેલા કેસોને જોતા મંત્રાલયે હાલમાં જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં આ પ્રકારના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.

ચેક બાઉન્સના કેસોને કારણે કાયદાની વ્યવસ્થા પર અસહ્ય ભારણ વધ્યું છે. તેથી નવા સૂચનો સરકાર સમક્ષ રજૂ થયા છે. જે અનુસાર ચેક ઇસ્યુ કરનારાના ખાતામાં પૂરતા પૈસા ના હોય તો તેના અન્ય ખાતામાંથી રકમ કાપી લેવામાં આવે. સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય સૂચનોમાં ચેક બાઉન્સના કેસને લોનના હપ્તા ચૂકી જવાના કેસ તરીકે લેવા તથા તેની જાણકારી ધિરાણ આપતી કંપનીઓને આપવા જેવા સૂચનો સામેલ છે.

તેના દ્વારા જેનો ચેક બાઉન્સ થયો હોય તેનો સ્કોર ઓછો કરી શકાય. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સૂચનોનો સ્વીકાર કરતા પહેલા કાયદાકીય પરામર્શ કરવામાં આવશે. સરકારનો આશય કોર્ટમાં ચેક બાઉન્સના કેસો ઘટાડવાનો છે. સાથે જ ખાતામાં પૈસા ન હોવા છતાં ચેક ઇસ્યુ કરવાની માનસિકતા પર અંકુશ મેળવવાનો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow