સગીરાએ પુત્રને જન્મ આપ્યો, બાળક આરોપીના પરિવારને સોંપી દેવાશે

સગીરાએ પુત્રને જન્મ આપ્યો, બાળક આરોપીના પરિવારને સોંપી દેવાશે

શહેરની ભાગોળે જામનગર રોડ પરના પરાપીપળિયામાં રહેતી અને ખેતમજૂરી કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી કિશન નામનો શખ્સ અગાઉ ભગાડી ગયો હતો, પ્રેમી સાથેના સંબંધથી સગર્ભા બનેલી સગીરાએ રવિવારે સવારે પુત્રને જન્મ આપ્યો હતો, દુષ્કર્મના મામલામાં જેલમાં રહેલા આરોપીના પરિવારને બાળક સોંપી દેવાશે તેવું સગીરાના પરિવારજનોએ કહ્યું હતું.

પરાપીપળિયામાં પરિવારજનો સાથે રહીને ખેતમજૂરી કરતી એમપીની વતની 17 વર્ષની સગીરાને બાજુની વાડીમાં ખેતમજૂરી કરતા કિશન નામના શખ્સ સાથે આંખ મળી હતી અને નવેક મહિના પૂર્વે બંને ભાગી ગયા હતા, સગીરાના પરિવારજનોએ તત્કાલીન સમયે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્રણ મહિના બાદ સગીરા અને કિશનને ઝડપી લીધા હતા, કિશને સગીરા સાથે શરીરસંબંધ બાંધ્યા હોય પોલીસે કિશન સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેને જેલહવાલે કર્યો હતો.

કિશન સાથેના સંબંધથી સગર્ભા બનેલી સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, સગીરાએ સવારે પુત્રને જન્મ આપ્યો હતો, સગીરા કુંવારી માતા બનતા જાણ કરાતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. સગીરાની માતાએ જણાવ્યું હતું કે, કિશન તેની પુત્રીને અગાઉ ભગાડી ગયો હતો અને તેની સાથેના સંબંધને કારણે તેની પુત્રીએ દીકરાને જન્મ આપ્યો હતો.

સગીરાની માતાએ એમ પણ કહ્યું હતું કે, કિશનના મામા અને તેના પરિવારજનો સાથે આ અંગે વાતચીત થઇ હતી અને જન્મેલા બાળકને તે લોકો સ્વીકારી લેશે, જ્યારે અમારી પુત્રી અમારી સાથે રહેશે. પોલીસે બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવવાની કવાયત શરૂ કરી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow