ખેડૂતોએ બાંધેલો મેથળા બંધારો ઓવરફ્લો

ખેડૂતોએ બાંધેલો મેથળા બંધારો ઓવરફ્લો

મહુવા અને તળાજા તાલુકાના ગામોના ખેડૂતોએ રાત દિવસ એક કરીને જાત મહેનત જિંદાબાદ અને સરકાર પર આધાર રાખવાને બદલે અપના હાથ જગન્નાથના સૂત્રને સાકાર કરીને બનાવેલો મેથળા બંધારો આ વખતે અષાઢ માસમાં ધોધમાર વરસાદથી ઓવરફ્લો થઇ ગયો છે. બગડ નદી ઉપર વાસમાં સારો વરસાદ પડવાથી મેથાળા બંધારો ઓવરફલો થતા આજુબાજુના વિસ્તારમાં હવે સારૂ કૃષિ ઉત્પાદન થશે.

ઉપર વાસમાં સારો વરસાદ પડવાથી મેથાળા બંધારો ઓવરફલો
અત્રે ઉલ્લેખનીય છે કે મહુવા-તળાજા તાલુકાનાં ખેડૂતોના પરસેવાથી બનેલા મેથળા બંધારાથી 40 ગામોમાં પીવાનું પાણી લેવા માટે બહેન-દિકરીઓને 4થી5 કિમી જેટલું ચાલીને ધોમધખતા તાપમાં જવું પડતું હતુ આ બંધારાથી અટક્યું છે અને છેવાડાના ગામડાનો ખેડૂત પોતાના સ્વબળે અને પોતાની તાકાતથી શું કરી શકે એ એક ગ્રામ્ય એકતાનું ઉદાહરણ છે. મેથળા બંધારો એ લોકફાળો ઉઘરાવીને નાના ખેડૂતોથી લઈને ખેતમજૂરો અને દાડીયાઓની મહેનતનું પ્રતિક છે.

750 એફ.ટી.એમ. મીઠાં પાણીનો જથ્થો સંગ્રહ થાય
​​​​​​​સરકારે જેનું એસ્ટિમેટ એંસી કરોડ રૂપિયા જેવું મોટું કરીને વર્ષો સુધી જે યોજનાને માત્ર કાગળ પર જ રાખી તેને છેવાડાના ગામડાનાં ખેડૂતો અને ખેતમજૂરોએ બંધારાને સાકાર કર્યો એ અનુકરણીય છે.​​​​​​​ મેથળા બંધારો લોકોએ જાતમહેનત અને લોક ફાળથી બનાવી લોકોએ મીઠા પાણીનો સંગ્રહ થાય તેવું મોટું સરોવર બનાવેલ છે તેમા 750 એફ.ટી.એમ.સૌથી વધારે મીઠાં પાણીનો જથ્થો સંગ્રહ થાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow