બાળક પેદા કરવા આ દેશની સરકાર નાગરિકોને આપશે આટલા લાખ રૂપિયા! કારણ જાણીને ચોંકી ઉઠશો

બાળક પેદા કરવા આ દેશની સરકાર નાગરિકોને આપશે આટલા લાખ રૂપિયા! કારણ જાણીને ચોંકી ઉઠશો

જાપાન પાછલા થોડા સમયથી ઓછા થતા જન્મદરથી પરેશાન છે. દેશના સ્વસ્થ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલયને આશા છે કે અમુક પૈસાનું વચન લોકોને બાળક પેદ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

જાપાનના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. હાલ બાળક પેદા થવા પર નવા પેરેન્ટ્સને 4,20,000 યેન એટલે કે 2,53,338 રૂપિયા આપવામાં આવે છે.

સ્વાસ્થ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રી કાત્સુનોબુ કાટો આ આંકડાને વધારીને 5,00,000 યેન એટલે કે 3,00,402 કરવા માંગે છે. જાપાન ટુડે અનુસાર, તેમણે આ યોજના પર ચર્ચા કરવા માટે ગયા અઠવાડિયે જાપાની પ્રધાનમંત્રી ફુમિયો ફિશિદાની સાથે વાત કરી જેને સ્વીકાર કરવા અને નાણાકીય વર્ષ 2023 માટે પ્રભાવી થવાની સંભાવના છે.

વધારે બાળકો નથી ઈચ્છા જાપાનના લોકો
'ચાઈલ્ડબર્થ એન્ડ ચાઈલ્ડકેર લમ્પ-સમ ગ્રાન્ટ' છતાં જાપાનમાં લોકો બાળકો પેદા નથી કરવા માંગતા. તેનું એક મુખ્ય કારણ વધતો ખર્ચ છે.

ભલે આ રકમને જાપનના પલ્બિક મેડિકલ ઈન્શ્યોરન્સ સિસ્ટમ સપોર્ટ કરતું હોય પરંતુ ચાઈલ્ડ બર્થ ફીસ ખીસ્સામાંથી ભરવી પડે છે. ડિલિવરીનો ખર્ચ આશરે 4,73,000 યેન છે.

ભલે રકમ વધારવામાં આવે પરંતુ માતા-પિતા જ્યારે હોસ્પિટલમાંથી ઘરે પાછા ફરે ત્યારે તેમની પાસે સરેરાશ 30,000 યેન બાકી રહેશે. જે બાળકને ઉછેરવા માટે મોટી રકમ નથી.

કુલ મળીને ન્યૂ પેરેન્ટ થોડા એક્સ્ટ્રા પૈસા મેળવીને ખુશ થશે કારણ કે તેમનો પરિવાર વધશે. સાથે જ 80,000 યેનનો વધારો સૌથી વધારે અને 2009 બાદ પહેલા વાર થશે.

સૌથી ઓછા બાળકો જન્મ્યા
વર્ષ 2021માં જાહેર કરેલા સરકારી ડેટા અનુસાર જાપાનમાં એક સદીથી વધારે સમયમાં સૌથી ઓછા બાળકો પેદા થયા હતા. આ આંકડાથી હલચલ મચી ગઈ છે કારણ કે જનસંખ્યા ઘટવાથી ભવિષ્યમાં મોટો પ્રભાવ પડશે. લાંબા સમયથી આ મુદ્દા દેશની નીતિ અને રાજનૈતિક ચિંતાનો વિષય રહી છે.

એક રિપોર્ટ અનુસાર દેશમાં ગયા વર્ષે 8,11,604 જન્મ અને 14,39,809 મૃત્યુ નોંધાયા હતા, જેના પરિણામે વસ્તીમાં 6,28,205નો ઘટાડો થયો હતો. ડેટા ઉપલબ્ધ થયા પછી આ સૌથી મોટો કુદરતી ઘટાડો છે.‌

સ્વાસ્થ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે પ્રજનન દરમાં ઘટાડો થયો છે જેનું કારણ બાળક પેદા કરવાની ઉંમરની મહિલાઓની સંખ્યામાં ઘટાડો તેમજ 20 વર્ષની વયની મહિલાઓના પ્રજનન દરમાં ઘટાડો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow