મોટા ટીંડલવામાં મોબાઈલની બેટરી ફાટતાં બાળકના હાથની આંગળીઓ કપાઈ

મોટા ટીંડલવામાં મોબાઈલની બેટરી ફાટતાં બાળકના હાથની આંગળીઓ કપાઈ

મોબાઈલના કારણે દુનિયા દિન-પ્રતિદિન નાની બની રહી છે અને મોબાઈલના કારણે લોકોના કેટલાક કામો ટૂંક સમયમાં જ થઈ રહ્યા છે પરંતુ આ જ મોબાઈલ નું વળગાડ નાના બાળકો માટે કેટલું નુકશાનકારક છે તે વાગડ વિસ્તારના મોટા ટીંડલવા ગામે બનેલા બનાવવામાં સામે આવ્યું છે જેમાં 11 વર્ષના બાળકના હાથમાં રહેલા મોબાઈલની બેટરી એકાએક ફાટતાં બાળકના હાથની આંગળીઓ ધડાકાભેર કપાઈ હતી અને તેની ડાબી આંખ ને પણ બીજા પહોંચી હતી.

બાળકના હાથમાં રહેલા મોબાઈલની બેટરી એકાએક ફાટી
રાપર તાલુકાના મોટા ટીંડલવા ગામના ખેત મજુર કનુભા જાડેજાના 11 વર્ષીય પુત્ર શક્તિસિંહ પોતાના ઘરે મોબાઈલ લઈ જોઈ રહ્યા હતા તે દરમિયાન એકાએક મોબાઇલમાં રહેલી બેટરી ધડાકા ભેર ફાટતા બાળકના જમણા હાથના અંગૂઠા સહિતની ત્રણ આંગળીઓ ફાટીને કપાઈ કપાઈ ગઈ હતી. બાળકને સારવાર માટે તાત્કાલિક સામખીયાળીની માતૃ સ્પર્શ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબ વિવેક દેત્રોજા અને સાથેના નિશિતા દેત્રોજા અને નર્સિંગ સ્ટાફે બાળકની હાલત જોઈ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી જેમાં પરિવારની આર્થિક હાલત જોઈ પ્રાથમિક સારવાર આપવાના બદલે ફરજ બજાવતા ડોક્ટર વિવેક દેત્રોજાએ બાળકનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને સ્ટાફ સાથે મળીને બે કલાક સુધી ઓપરેશન કરી બાળકના હાથને બચાવવામાં આવ્યો હતો.

ઓપરેશનમાં આગેવાનોની સરાહનિય પહેલ
માતૃસ્પર્શ હોસ્પિટલના વસંતભાઈ કોડરાણી, વિકાસભાઈ રાજગોર, ગંભીરસિંહ જાડેજા, દ્વારા નક્કી કરીને ખૂબ ઓછા ખર્ચથી આ બાળકનું ઓપરેશન , આઇ સી યુની સારવાર અને દવા વગેરેમાં ખૂબ મોટી રાહત આપવામાં આવી હોસ્પિટલના વિકાસભાઈ રાજગોર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જ્યારે બાળકને અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું ત્યારે તેની હાલત ખૂબ ગંભીર હતી મોબાઇલ બેટરીના ફાટવાથી બાળકના હાથની જે હાલત જોઈ ને અમારા મેનેજમેન્ટ એ આ ખેત મજૂર શ્રમ જેવી પરિવાર પાસે નજીવો ચાર્જ લઈ ઓપરેશન કરવામાં આવ્યું છે.

માત્ર હાથ નહીં આંખ પણ બચાવાઇ
માતૃસ્પર્શ હોસ્પિટલના ડોક્ટર વિવેક દેત્રોજય જણાવ્યું કે બાળકની હાલત ખૂબ ગંભીર હતી જેમાં તેને બ્લાસ્ટ અને ક્રશ ઇન્જરી થઈ હતી તે સાથે તેની ડાબી આંખમાં પણ નુકસાન પહોંચ્યું હતું પરંતુ આંખના ડોક્ટરની સલાહ લઈ તેની આંખને પણ બચાવવામાં આવી છે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow