ચિત્રાવાવ ગામમાં વીજમીટર ઉતારવા ગયેલા નાયબ ઈજનેરને ગ્રાહકે 'તને મારી નાંખીશ પણ મીટર નહીં આપું' કહી ધમકી આપી

ચિત્રાવાવ ગામમાં વીજમીટર ઉતારવા ગયેલા નાયબ ઈજનેરને ગ્રાહકે 'તને મારી નાંખીશ પણ મીટર નહીં આપું' કહી ધમકી આપી

વીજબિલ નહિ ભરનાર ગ્રાહકો લાજવાને બદલે ગાજવા લાગી PGVCLના કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરતા હોવાના બનાવો વધી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં જ PGVCLના કર્મચારી ૫૨ હુમલો થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.ત્યારે રાજકોટ જિલ્લામાં વધુ એક બનાવમાં વીજગ્રાહકે વીજમીટર ઉતારવા ગયેલા નાયબ ઈજનેરનો કાંઠલો પકડી તેમને ગ્રાહકે 'તને મારી નાંખીશ પણ મીટર નહીં આપું' કહી ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરજમાં રુકાવટના ગુના હેઠળ ફરિયાદ દાખલ થવા પામી છે.

રૂ.37,962નું વીજબીલ ભર્યું ન હતું
રાજકોટ જિલ્લાના સરધાર PGVCLમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા હિરેનભાઇ દિનેશભાઇ કલોલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના તાબામાં આવતા ચિત્રાવાવ ગામના દાદુભાઇ રામભાઇ લાંગાએ રૂ.37,962નું વીજબીલ ભર્યું ન હતું. જેથી હિરેનભાઇ સોમવારે વિજિલન્સ સ્ટાફ તેમજ સહકર્મચારીઓ સાથે સવારે ચિત્રાવાવ ગામે ગયા હતા. એ સમયે દાદુભાઇ એ બાકી વીજબીલ ભરવાની ના પાડી દીધી હતી આથી વીજતંત્રના સ્ટાફે કાર્યવાહી કરી મીટર સર્વીસ ઉતારી લઈ જમીન પર મુકતા આરોપી તેના પર બેસી ગયો હતો અને તેને ‘તમને આ મીટર નહીં આપુ’ કહી બોલાચાલી કરી હતી.

હું જોઈ તને લઈશ
એટલું જ નહીં તેમને સમજાવવા જતા દાદુભાઇએ હિરેનભાઇનો કાંઠલો પકડી લઈ ‘હું જોઈ તને લઈશ’ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અન્ય વીજકર્મીઓએ દાદુભાઈને રોકવા જતા તેમણે ‘તમને બધાને એકએકને જોઈ લઈશ, જાનથી મારી નાખીશ પણ મીટર નહીં આપું ' તેવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. સમગ્ર મામલે આજી ડેમ પોલીસે ફરિયાદ દાખલ કરી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow