નેઝલ વેક્સિનની કિંમતનો થયો ખુલાસો, જાણો તમને ક્યારે કેટલામાં મળશે આ ખાસ વેક્સિન

નેઝલ વેક્સિનની કિંમતનો થયો ખુલાસો, જાણો તમને ક્યારે કેટલામાં મળશે આ ખાસ વેક્સિન

ભારત સરકાર કોરોના વાયરસને લઈને એલર્ટ પર છે. સરકારે ગયા અઠવાડિયે નાકની રસી ( નેઝલ વેક્સિન ) મંજૂર કરી હતી. ટૂંક સમયમાં રસી ઉપલબ્ધ થશે. આ તરફ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નાકની રસી ( નેઝલ વેક્સિન ) ની કિંમત એક હજાર રૂપિયા હોઈ શકે છે. જેમાં રસીની કિંમત રૂ.800 થશે. નોંધનીય છે કે, GST અને હોસ્પિટલ ચાર્જ સહિત તે 1000 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ રસી iNCOVACCને ગયા અઠવાડિયે જ કોરોના રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી હતી. હવે જાણવા મળ્યું છે કે, રસીની કિંમત 800 રૂપિયા હશે અને તેના પર 5 ટકા GST વસૂલવામાં આવશે.

ક્યારે ઉપલબ્ધ થશે આ રસી ?

ઇન્ટ્રાનેઝલ રસી ( નાકની રસી ) અગાઉ કોવેક્સિન અથવા કોવિશિલ્ડ સાથે સંપૂર્ણ રસી મેળવનારા લોકો માટે બૂસ્ટર શૉટ તરીકે મંજૂર કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર જાન્યુઆરીના અંત સુધીમાં તે એવા લોકો માટે ઉપલબ્ધ થશે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે.

હોસ્પિટલ ચાર્જ  કેટલો હોઇ શકે ?

એક રિપોર્ટ અનુસાર ખાનગી હોસ્પિટલોને કોરોના વેક્સીનના દરેક ડોઝ માટે 150 રૂપિયા સુધી ચાર્જ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ રકમ ઉમેરીને નાકની રસીની કિંમત 1000 રૂપિયા થઈ શકે છે. નાકની રસી સેન્ટ લુઇસમાં વોશિંગ્ટન યુનિવર્સિટીની લાયસન્સ ટેકનોલોજી પર વિકસાવવામાં આવી છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ ?

ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 157 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,77,459 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 3,421 થઈ ગઈ છે. તે જ સમયે, એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જેના પછી મૃતકોની સંખ્યા વધીને 5,30,696 થઈ ગઈ છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.80 ટકા છે. દૈનિક ચેપ દર 0.32 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 0.18 ટકા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow