બ્રિટનમાં ક્રિસમસ પર સૌથી મોટી હડતાળ!

બ્રિટનમાં ક્રિસમસ પર સૌથી મોટી હડતાળ!

બ્રિટનમાં છેલ્લાં 30 વર્ષની સૌથી મોટી હડતાળ શરૂ થવા જઇ રહી છે. તેમાં બસ, રેલવે, એરપોર્ટ, એમ્બ્યુલન્સ, નર્સિંગ અને પોસ્ટલ સ્ટાફ સહિત અનેક વિભાગોના બે લાખથી વધુ કર્મચારીઓ જોડાશે. ખાસ વાત એ છે કે આ મહા હડતાળ ક્રિસમસની રજાઓ દરમિયાન શરૂ થશે. આ જ કારણે બ્રિટન આવનારા પર્યટકોએ તકલીફનો સામનો કરવો પડશે.

ક્રિસમસ દરમિયાન અહીંના પર્યટનમાં સારો એવો ઉછાળો આવે છે પણ આ વખતે કોઈ ખાસ ઉત્સાહ દેખાઈ રહ્યો નથી. માર્ગો પર ઝગમગાટની જગ્યાએ ભીડ છે જે મોંઘવારીથી પીડાઈ રહી છે. દરેક વિભાગના કર્મચારીઓની અલગ માગ છે પણ સૌ પગાર વધારાની સમાન માગ તો કરી જ રહ્યા છે. કર્મચારીઓ કહે છે કે જે ઝડપે મોંઘવારી વધી છે તે ગતિએ પગાર વધ્યો નથી. બ્રિટનમાં મોંઘવારી દર 11.1% છે. જોકે નર્સિંગ સ્ટાફના પગારમાં 4.75% નો વધારો કરાયો છે. એમ્બ્યુલન્સ સ્ટાફને પગારમાં 4% વધારો અપાયો છે. પોસ્ટલના કર્મચારીઓને 9% પગાર વધારાની ઓફર કરાઈ છે પણ તેમણે આ ઓફર નકારતા કહ્યું કે પગારવધારો હજુ પણ મોંઘવારી દરથી ઓછો છે.

હડતાળની શરૂઆત 7 ડિસેમ્બરે શિક્ષકોના કામ બંધ કરવાની સાથે થઇ હતી. તેમની માગ છે કે સેલરી વધારવાની સાથે પેન્શન પણ વધારવામાં આવે. 23થી 26 ડિસેમ્બર અને 28 તથા 31 ડિસેમ્બરે એરપોર્ટ સ્ટાફ ગેટવિક, હીથ્રો, માન્ચેસ્ટર, બર્મિંઘમ, ગ્લાસગો અને કાર્ડિફમાં હડતાળ પર રહેશે. 8 દિવસ ચાલનારી આ હડતાળની અસરથી બચવા સરકારે એરપોર્ટ અને પોર્ટ પર સૈન્ય તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે જેથી કર્મચારીઓની જગ્યાએ સૈનિકો કામ કરી શકે.

બ્રિટનના આશરે 40 હજાર રેલવે કર્મચારી 13થી 17 ડિસેમ્બર વચ્ચે હડતાળ પર રહેશે. તેનાથી બ્રિટનની 50 ટકા રેલવે સેવા ખોરવાઈ જવાની આશંકા છે. 15 અને 20 ડિસેમ્બરે આશરે 1 લાખ નર્સો હડતાળ પર જવાની તૈયારીમાં છે. જોકે હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

ઈપ્સોસ નામની સંસ્થાના સરવેમાં સામે આવ્યું કે 59% બ્રિટિશ પ્રજા નર્સોની હડતાળને સમર્થન આપે છે. 10 હજાર એમ્બ્યુલન્સ કર્મચારીઓ પણ 21 અને 28 ડિસેમ્બરે હડતાળ કરશે. અગાઉ આટલા મોટા પાયે આશરે 30 વર્ષ પહેલાં એટલે કે 1989માં હડતાળ કરાઈ હતી. તે પણ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા પગારવધારા માટે જ કરવામાં આવી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow