STની 151 નવી બસનું આજે લોકાર્પણ, સૌરાષ્ટ્રને 44 મળશે!

STની 151 નવી બસનું આજે લોકાર્પણ, સૌરાષ્ટ્રને 44 મળશે!

ગુજરાત રાજ્યની પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ અને સરળ બનાવવા નાગરિકોના હિતમાં આજે ગાંધીનગરમાં નવી 151 બસનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે અને આ નવી બસને આજથી લોકોની સેવામાં મુકાશે.

એસ.ટીની નવી 151 બસ પૈકી સૌરાષ્ટ્રને 44 અને રાજકોટ એસ.ટી ડિવિઝનને માત્ર ચાર જ બસ મળવાની હોવાનું જાણવા મળ્યું છે. રૂ. 53 કરોડના ખર્ચે બનેલી આ નવી 151 લક્ઝરી બસને આજથી રાજ્યના એસ.ટી નિગમના જુદા જુદા ડિવિઝન અને ડેપોને ફાળવવામાં આવશે. નવી બસ ગાંધીનગરથી જે-તે ડેપો કે ડિવિઝનમાં લઇ જવા ડિવિઝનના અધિકારીઓને તેમના ડ્રાઈવરને યુનિફોર્મ સાથે મોકલવા સૂચના આપવામાં આવી છે.

શિવરાત્રીના મેળા માટે 30 એક્સ્ટ્રા બસ
શિવરાત્રીના મેળામાં દર વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ હજારો યાત્રિકો જૂનાગઢ જાય છે. આ મુસાફરો માટે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એકસ્ટ્રા બસનું સંચાલન શરૂ કરાયું છે. 30 બસ એકસ્ટ્રા રાજકોટ એસ.ટી. ડેપો ખાતેથી શરૂ કરાશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow