નસકોરા બની શકે છે ખતરનાક, જાણો શા માટે આવે છે ખતરનાક? અને તેના ઉપાય

નસકોરા બની શકે છે ખતરનાક, જાણો શા માટે આવે છે ખતરનાક? અને તેના ઉપાય

સૂતી વખતે નસકોરા આવવા તે સામાન્ય બાબત છે. ઘણા લોકોને આ તકલીફ હોય છે, પરંતુ નસકોરા જેના બોલે છે તેને ખ્યાલ નથી આવતો, પરંતુ આ નસકોરાઓને કારણે ઘણીવાર આસપાસના લોકોની ઊંઘ બગડે છે. ઘણી વખત, વધુ પડતા અને ઝડપી નસકોરાને કારણે, તે લોકો માટે સમસ્યા બની જાય છે. નસકોરા આવવાનાં વિવિધ કારણો હોઈ શકે છે. લોકો ઘણીવાર તેને થાક અને શરદી સાથે જોડે છે. કેટલાક લોકો તણાવને કારણે નસકોરા બોલે છે. પરંતુ લાંબા ગાળે આ સમસ્યા મોટી બીમારીઓનું કારણ બની શકે છે.

નસકોરાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા ઉપાયો અજમાવતા હોય છે, પરંતુ એક હેલ્થ સર્વિસના ડૉક્ટરો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સૂવાના સમયે કસરત કરવાની સલાહ આપે છે. ડૉક્ટરનું કહેવું છે કે જીભની કેટલીક સરળ કસરતો છે જેનાથી નસકોરાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

નસકોરાથી છુટકારો મેળવવા માટે સરળ કસરતઃ

1. જીભને 5 સેકેન્ડ સુધી આ અવસ્થામાં રાખો
તમારી જીભને પાંચ સેકન્ડ માટે બહાર કાઢો અને થોડીવાર માટે તે સ્થિતિમાં જ રહેવા દો. નસકોરા ઘટાડવા માટે આ કસરત ત્રણ કે ચાર વખત સુધી કર્યા કરો. જીભને સપોર્ટ રહે તે માટે તમે ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો.

આ કસરત કરવાથી તમારી જીભ અને ગળાના સ્નાયુઓની શક્તિ અને સંતુલન વધારે છે. સ્નાયુઓ સંતુલિત થાય છે અને સૂતી વખતે સ્નાયુઓ ફફડશે નહીં. ગળા અને જીભના સ્નાયુઓ મજબૂત થવાને કારણે તમે તાજગી અનુભવશો અને નસકોરાની સમસ્યા પણ ધીરે ધીરે દૂર થઈ જશે.

2. જીભને ડાબીથી જમણી બાજુ ફેરવો
આ કસરતમાં તમારી જીભને તમારા મોંની અંદર એક બાજુથી બીજી તરફ ફેરવવાની છે. જેમ કસરત કરવાથી તમારું શરીર ચુસ્ત બને છે, તેવી જ રીતે આ કસરત તમારા ગળા અને મોઢાના સ્નાયુઓને ચુસ્ત બનાવશે, જે તમારી નસકોરાની સમસ્યાને દૂર કરશે.

3. પોતાની આંગળીઓને પોતાના ગાલો પર રાખો અને જીભથી ફોર્સ કરો
તમારી આંગળીઓને ગાલની બહારની બાજુએ રાખો અને તમારી જીભને ગાલ દ્વારા તેની વિરુદ્ધ બાજુ પર દબાણ કરો. આ ત્રણથી ચાર વખત થોડી થોડી સેકન્ડે કરો. તમે જેટલી નિયમિત રીતે આ પ્રેક્ટિસ કરશો, એટલી જલ્દી તમારા નસકોરાની સમસ્યા દૂર થશે.

4. જીભને નીચેની તરફ લાવો અને પાંચ સેકન્ડ માટે હોલ્ડ કરો
આ કસરતમાં તમારી જીભને નીચેની તરફ લાવવી પડશે અને તેને પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખો.. આ કસરત તમારા ગળાની પાછળના સ્નાયુઓને મજબૂત બનાવશે.

નસકોરા બની શકે છે ખતરનાક
નસકોરીની સમસ્યા વધીને સ્લીપ એપનિયામાં બદલાઇ શકે છે. સ્લીપ એપનિયાની બીમારી જીવલેણ બની શકે છે. નસકોરા લેવાથી બ્લડ પ્રેશર વધે છે જેના કારણથી હાર્ટ એટેકનો ભય વધે છે. આ ઉપરાંત નસકોરા બોલવા પાછળ અનેક કારણ અને ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે.

નસકોરાના કારણ અને ઉપચાર

  • વધારે દારુ પીવાથી, વધારે વજન, સ્મોકિંગ કરવાથી, પીઠના બળે સુવાથી નસકારોની સમસ્યા હોય છે. તે ઉપરાંત સ્લીપ એપનિયા જેવી સ્થિતિ પણ નસકોરાનુ કારણ છે.
  • ફેફસામાં ઓક્સિજન ઓછુ પહોંચવાથી નસકોરા બોલે છે. લાંબા સમય સુધી આ મુશ્કેલીનો ઇલાજ ના થવા પર મેટાબોલિઝમ સિંડ્રેમ, ડાયાબિટીસ, હૃદય રોગ પણ થઇ શકે છે.
  • નસકોરામાં સામાન્ય ઉપચારમાં વજન ઘટશે, સુવાની સ્થિતિ બદલો, સીપીએપી મશીનનો ઉપયોગ કરો. સીપીએપી મશીન ફેફસામાં જનારી હવા પર દબાણ બનાવે છે. આ દબાણ ભરઊંઘ દરમિયાન વિંડ-પાઇપને પડવાથી રોકે છે અને તેનાથી વ્યક્તિને શ્વાસ લેવામાં મદદ કરે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow