રશિયા-યુક્રેન યુદ્ધ!

રશિયા-યુક્રેન યુદ્ધ!

અમેરિકા હવે યુક્રેનના વધુ જવાનોને એડવાન્સ્ડ બેટલફિલ્ડ ટેક્ટિક્સની ટ્રેનિંગ આપશે. અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોને કહ્યું કે જર્મનીમાં સૈનિક અડ્ડા પર આ જવાનોને સંયુક્ત યુદ્ધની રણનીતિની તાલીમ અપાશે. દર મહિને 500 જવાનોની એક બટાલિયનને ટ્રેનિંગ અપાશે. હજુ સુધી 3000થી વધારે જવાનોને ટ્રેનિંગ અપાઇ છે. તેમાં ઇન્ફેન્ટ્રી, આર્ટિલરી, હથિયારબંધ ગાડીઓ વધારે ઉપલબ્ધ થયા બાદ વાયુ સેનાની વચ્ચે સારા સંકલનની સાથે સંયુક્ત હથિયારોના યુદ્ધ પર ભાર અપાશે.

યુક્રેનના અધિકારી વધારે જવાનોને ફ્રન્ટ લાઇનથી ખસેડીને ટ્રેનિંગમાં મોકલવાને લઇને ચિંતિત રહ્યા છે. પરંતુ ઠંડીના કારણે કેટલાક મોરચા પર યુદ્ધ ધીમું થવાથી હવે ટ્રેનિંગ માટે વધુ જવાનોને મોકલવાની બાબત શક્ય બનશે. દરમિયાન રશિયાએ શુક્રવારે યુક્રેનના કેટલાંક શહેરો પર 60 મિસાઇલો ઝીંકી છે. યુક્રેનની વાયુસેનાએ તમામ મિસાઇલોને તોડી પાડી છે.

મિસાઇલ હુમલાના કારણે દેશભરમાં હવાઇ હુમલાના એલાર્મ વાગી રહ્યા છે. અધિકારીઓએ ચાર શહેરોમાં ધડાકા થવાની સૂચના આપી છે. બે લોકોનાં મોત થયાં છે. કીવ અને ખારકીવમાં વીજળી ડુલ થઇ ગઇ છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow