રાજકોટ મનપા 15 વર્ષ પહેલા વનવિભાગને આપેલી 8 હેકટર જમીન હસ્તગત કરશે

રાજકોટ મનપા 15 વર્ષ પહેલા વનવિભાગને આપેલી 8 હેકટર જમીન હસ્તગત કરશે

રાજકોટ મહાનગરપાલિકાનો ઝૂ અને લાયન બ્રિડીંગ સેન્ટરનો પ્રોજેકટ સફળ થયા બાદ આગામી વર્ષમાં રાંદરડા તળાવ પાસે લાયન સફારી પાર્ક બનાવવા માટે રૂ.10 કરોડની યોજના બનાવવામાં આવી છે તેના માટે જરૂરી જમીન એકત્ર કરવા માટે મનપાએ 15 વર્ષ પહેલા જંગલખાતાને આપેલી 8 હેકટર જમીન પરત લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બે દિવસ પૂર્વે મનપા કમિશનર અને જંગલખાતાના અધિકારીઓ સાથે બેઠક મળી હતી અને આ બેઠકમાં જંગલખાતાએ જમીન પરત આપવા તૈયારી બતાવી છે.

જંગલખાતાને પરવાનગી અપાઈ હતી
રાજકોટ મહાનગરપાલિકાને આ જમીન સરકારે બ્યુટીફિકેશન અને રાંદરડા તળાવ આસપાસ મનોરંજન પાર્ક માટે બનાવવાના હેતુથી ફાળવી હતી. જો કે જમીન ફાળવણી બાદ કોઈ પ્રોજેકટ નહિ બનતા જંગલખાતાને સામાજિક વનિકરણની યોજના માટે જમીનનો ઉપયોગ કરવા પરવાનગી આપવામાં આવી હતી. જમીનનો ઉપયોગ 15 વર્ષ માટે થઈ શકશે તેવું નક્કી કરાયું હતું. હવે મહાપાલિકાએ બજેટ 2023-24 માં જમીનની જરૂર પડી છે. મનપા દ્વારા ત્યા લાયન સફારી પાર્ક બનાવવા માટે આગળ કાર્યવાહી શરૂ કરી રહી છે.

રાંદરડા અને લાલપરી પાસે સિંહ દર્શન થશે
મનપાએ જમીનની માગણી માટે જંગલખાતાને જણાવતા અધિકારીઓ વચ્ચે હકારાત્મક બેઠક યોજાઈ હતી. આ જમીન 15 વર્ષ માટે આપવામાં આવી હતી અને હાલ તેના કરતા વધુ સમયગાળો થઈ ચૂક્યો છે ત્યારે જમીન જંગલખાતું પરત આપી દેશે. જમીન મહાપાલિકાની માલિકીની હોવાથી કોઈ ટેકનીકલ સમસ્યા આડી આવી શકે તેમ નથી. જમીનનો મુદ્દો ક્લિયર થયા બાદ યોજનાનો ડી.પી.આર. બનાવવામાં આવશે. જે રીતે સાસણના દેવળીયા, જૂનાગઢમાં સકકરબાગ પાછળ સિંહને મુક્ત વિહાર કરતા માણી શકાય છે તે રીતે રાજકોટમાં રાંદરડા અને લાલપરી પાસે સફારી પાર્કમાં સિંહ દર્શન થઈ શકશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow