રાજકોટમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ પૂર્વે સ્ટેડિયમમાં આતંકી હુમલાની મોકડ્રીલ

રાજકોટમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ પૂર્વે સ્ટેડિયમમાં આતંકી હુમલાની મોકડ્રીલ

રાજકોટના જામનગર રોડ પર આવેલ ખંઢેરી ગામ સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે મેચ રમાય તે પહેલા આજે સવારના સમયે અફરાતફરી મચી ગઈ હતી. એક કાળા કલરની સ્પોર્ટ્સ કાર પૂરઝડપે સ્ટેડિયમમાં ઘૂસી આવી હતી. જે કારમાં સવાર ચાર હથિયારધારી શખસોએ સ્ટેડિયમમાં કામ કરી રહેલા ત્રણ મજૂરોને બંદૂકની અણીએ બંધક બનાવી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.

આતંકીઓએ 100 કરોડ રૂપિયાની રોકડ રકમ અને કચ્છ બોર્ડરથી પાકિસ્તાન જવા માટે હેલિકોપ્ટરની માંગણી કરતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે, ચેતક કમાન્ડો અને રાજકોટ ગ્રામ્ય પોલીસ ટીમે સાથે મળી આતંકીઓને ઠાર કર્યા હતા અને પછી મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે આતંકીઓ ઘુસ્યા હોવાની જાણ થતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક 'ચેતક કમાન્ડો'ની ટીમ અને રાજકોટ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમ દ્વારા સ્ટેડિયમને ચારેય તરફથી ઘેરી લીધું હતું. હવામાં થયેલા ધડાકાના અવાજો અને એમ્બ્યુલન્સની સાયરનો વચ્ચે કમાન્ડોએ અત્યંત ચપળતાથી સ્ટેડિયમમાં પ્રવેશ કરી ઓપરેશન શરૂ કર્યું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow