પુટિન રશિયાનાં જંગલોના સોનાના મહેલમાં જિમ્નાસ્ટ ગર્લફ્રેન્ડ સાથે રહે છે, સમગ્ર પરિસરમાં ચુસ્ત સુરક્ષા

પુટિન રશિયાનાં જંગલોના સોનાના મહેલમાં જિમ્નાસ્ટ ગર્લફ્રેન્ડ સાથે રહે છે, સમગ્ર પરિસરમાં ચુસ્ત સુરક્ષા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના કબેવા (39)નો આલિશાન મહેલ ગત વર્ષે પુટિનના એસ્ટેટમાં બનીને તૈયાર થઇ ચૂક્યો છે. આ એસ્ટેટ મૉસ્કોથી 250 માઇલ દૂર લેક વલદઇમાં જંગલમાં આવેલો છે જ્યાં પુટિન (70)ના સોનાના મહેલની સાથે અન્ય અનેક ભવ્ય રૂમ પણ છે. રશિયાની એક ન્યૂઝ સાઇટ ‘ધ પ્રોજેક્ટ’ના રિપોર્ટ અનુસાર પુટિને રિધમ જિમ્નાસ્ટિકની ઓલિમ્પિક ચેમ્પિયન રહેલી પ્રેમિકા એલિના માટે 13 હજાર સ્ક્વેર ફૂટમાં 12 કરોડ ડોલરના ખર્ચે એક વિલાનું નિર્માણ કરાવ્યું છે.

પુટિનના બેન્કર ગણાતા રશિયન વેપારી યૂરી કોવાલચકની કંપની મારફતે સાઇપ્રસમાં જમા કાળાં નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાળું નાણું ઉપલબ્ધ કરાવનારી સાયપ્રસની કંપની સાથે સીધા જ જોડાયેલા પુટિનના મિત્રના વેપારમાં એક્ઝિક્યુટિવે તેનો ખુલાસો કર્યો છે. તેઓ યુક્રેન પર રશિયાના હુમલાથી નારાજ છે. એલિનાનો વિલા પુટિનના ખાસ મહેલથી માત્ર 800 મીટરના અંતરે છે. તેમાં સંપૂર્ણપણે વૂડનવર્ક છે તેમજ રુબી ધરાવતું ઝુમ્મર છે. રમતનું મેદાન પણ છે.

એક કન્સ્ટ્રક્શન કર્મીએ પુટિનના મહેલની તસવીર લીક કરી હતી જેનાથી બધા ચોંકી ગયા હતા. ઇન્ટિરિયર ગૃહનગર સેન્ટ પીટર્સબર્ગ અને 18મી સદીના હર્મિતાઝ મ્યુઝિયમ પ્રત્યેના તેમના લગાવને જોઇ શકાય છે. સોનાની તેમજ લાકડાની કારીગરી છે.

એલિનાની પાસે બ્લેક સી પર સૌથી મોટું એપાર્ટમેન્ટ
એલિનાને 2014માં કોવાલચકની કંપની નેશનલ મીડિયા ગ્રૂપના પ્રમુખ બનાવાઈ હતી. તેનાથી તેને વાર્ષિક 86 લાખ પાઉન્ડની કમાણી થાય છે. તેણી અનેક આલિશાન પ્રોપર્ટી ધરાવે છે. બ્લેક સી પાસે સોચીમાં પેન્ટહાઉસ છે જે રશિયાની સૌથી મોટી પ્રોપર્ટી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow