મોબાઇલ ફોનની શોધ કરનારા માર્ટિન કૂપરનો ખાનગી ડેટા લીક, લતને લઈને ચિંતા દર્શાવી

મોબાઇલ ફોનની શોધ કરનારા માર્ટિન કૂપરનો ખાનગી ડેટા લીક, લતને લઈને ચિંતા દર્શાવી

અંદાજે 50 વર્ષ પહેલાં કોર્મશિયલ મોબાઇલ ફોનની શોધ કરનારા માર્ટીન કૂપર (94) પણ આજે મોબાઇલ ફોનને લઇને એટલા જ ચિંતિત છે જેટલા સમાજના અન્ય લોકો છે. ખાનગી ડેટા લીક થવાની સાથે જ ઇન્ટરનેટની લત તેમજ બાળકો સુધી અશ્લીલ સામગ્રી પહોંચવાના મુદ્દાને લઇને તેઓ ચિંતિત છે. જ્યારે તેઓએ તેની શોધ કરી હતી ત્યારે તેમના મગજમાં એ જ ખ્યાલ આવતો હતો કે ઇંટ જેવા મોટા આકારનું અને લાંબુ એન્ટેના ધરાવતું આ ઉપકરણ કામ કરશે.

આજે તેઓ અન્ય લોકોની માફક સમાજના આ પ્રભાવને લઇને મૂંઝવણમાં છે. તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મોબાઇલને લઇને મારું સૌથી ખરાબ મંતવ્ય એ જ છે કે હવે અમારું કોઇ અંગત જીવન નથી. માહિતી સુધી સરળ પહોંચ છે. બાળકોની ઇન્ટરનેટ સુધીની પહોંચ અને લતને લઇને કૂપરનો અભિપ્રાય છે કે અલગ અલગ વર્ગો માટે અલગ અલગ ઇન્ટરનેટ વિકસિત કરાય. પાંચ વર્ષ જે ઇન્ટરનેટનો ઉપયોગ કરશે તે તેને અભ્યાસમાં મદદરૂપ થશે. તેમાં તેમના માટે પોર્ન અથવા એવી સામગ્રી નહીં હોય જે તે સમજી ન શકે.

તેમનું માનવું છે કે ટેક્નોલોજીના આગળ વધુ સારા દિવસ આવશે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં હજુ મોબાઇલનો વધુ સારો ઉપયોગ થઇ શકે છે. સેલફોન, મેડિકલ ટેક્નોલોજી તેમજ ઇન્ટરનેટની આ જુગલબંધી આપણને બીમારીઓ પર જીત અપાવશે. ફોન એ રીતે ડિઝાઇન થવા જોઇએ કે દરેક સમયે તમારા સ્વાસ્થ્યનું સતત આકલન કરીને તેને સ્વસ્થ રાખી શકે.

પહેલાં કૉલ સમયે જાણ ન હતી કે તે દુનિયા બદલશે
કૂપરે 3 એપ્રિલ, 1973ના રોજ ન્યૂયોર્કમાં મોબાઇલના પ્રોટોટાઇપથી કૉલ કર્યો હતો. તેમની ટીમે પાંચ મહિના પહેલાં જ પ્રોટોટાઇપ ડિઝાઇન કર્યો હતો. તે 2.5 પાઉન્ડ અને 11 ઇંચનો હતો. તે સમયે તેઓ એ જ વિચારી રહ્યા હતા કે તે કામ કરશે કે નહીં. તેઓ કહે છે કે અમને નહોતી ખબર કે તે ઐતિહાસિક પળ હશે.


Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow