એગ્રીમાં લણણી બાદનું નુકસાન 10થી 25 ટકા, ટેક્નોલોજીનો ઝડપી વ્યાપ વધે તે જરૂરી

એગ્રીમાં લણણી બાદનું નુકસાન 10થી 25 ટકા, ટેક્નોલોજીનો ઝડપી વ્યાપ વધે તે જરૂરી

એગ્રીકલ્ચર વેલ્યુ ચેઇનમાં લણણી બાદ થતું નુકશાન એગ્રીકલ્ચર ઇકોસિસ્ટમના અભાવના કારણે ચિંતાનું પ્રમુખ કારણ છે. તાપમાનની અયોગ્ય જાળવણી, નબળું સંચાલન, નબળા પેકેજિંગ, ગુણવત્તા નિયંત્રણ વગેરે જેવાં પરિબળો લણણી બાદ નુકશાન માટે કારણભૂત છે, જે આખરે સ્ટોરેજ અને લોજીસ્ટિક્સના અંતે પૂર્ણ થાય છે.

કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો ખેડૂતોની આવકમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ નોંધપાત્ર પગલાં ભરી રહી છે ત્યારે લણણી બાદ નુકશાન ઘટાડવું મહત્વપૂર્ણ પરિબળો પૈકીનું એક રહ્યું છે. સમગ્ર એગ્રીકલ્ચર વેલ્યુ ચેઇનની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં સર્વિસ પ્રોવાઇડર અથવા ટેક્નોલોજી પ્રોવાઇડર તરીકે ખાનગી ક્ષેત્રની ભૂમિકાને અવગણી શકાય નહીં કે જ્યારે ભારત જેવાં દેશમાં લણણી બાદનું નુકશાન 10થી25 ટકા વચ્ચે હોવાનો અંદાજ છે.

નવી દિલ્હી સ્થિત એસએલસીએમ ગ્રૂપ ખાનગી ક્ષેત્રની સંસ્થા છે કે જેણે માળખા, પાક અથવા ભૌગોલિક સ્થળને ધ્યાનમાં લીધા વગર લણણી બાદનું નુકશાનને ઘટાડીને લઘુત્તમ 0.5 ટકા ટકા કરવામાં ફાળો આપતાં ટેક્નોલોજીથી સક્ષમ માલીકીની અને પેટન્ટેડ ટેક્નોલોજી એપ્લીકેશન તૈયાર કરાઇ છે.

કૃષિક્ષેત્રે ટેક્નોલોજીના ઝડપી પ્રવેશ વિશે એસએલસીએમના ગ્રૂપ સીઇઓ સંદીપ સભરવાલે જણાવ્યું કે એક દાયકા પહેલાં વેરહાઉસ મેનેજમેન્ટના ફિઝિટાઇઝેશનનું વિઝન હતું. આ સિસ્ટમ માળખા, ભુગોળ અને પાક માટે કાર્યક્ષમ વેરહાઉસિંગ સોલ્યુશન્સ સક્ષમ બનાવે છે.

સોલ્યુશન એગ્રી રિચ કૃષિ પેદાશો માટે ક્વોલિટી ચેક મોબાઇલ એપ છે, જે પાકના રિયલ-ટાઇમ મોનિટરિંગ અને મેનેજમેન્ટમાં ઉપયોગી છે. અંતર્ગત ઓડિટ રિસિપ્ટ્સ, ક્વોલિટી કંટ્રોલ અને સર્વેલન્સ જેવી વિવિધ સેવાઓ મળી રહે છે. પાકના સ્વાસ્થ્યને જાળવવામાં તથા વિવિધ શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ, ઓડિટ-ક્વોલિટી અને ફિઝિકલ પાસાઓ બંન્નેને આધારે મહત્તમ ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે.

ક્વોલિટી ચેક ટેક્નો. ખેડૂતો માટે આશીર્વાદ રૂપ
માર્ચ 2022માં કંપનીએ ભારત સરકારની પેટન્ટ ઓફિસ પાસેથી પેટન્ટ સર્ટિફિકેટ મળ્યાંની જાહેરાત કરી હતી. કંપનીએ એગ્રી-લોજીસ્ટિક્સ સેગમેન્ટમાં ડિસેમ્બર 2013 દરમિયાન ફાઇલ કરેલી ટેક્નોલોજી પેટન્ટ પ્રાપ્ત કરી છે. ક્વોલિટી ચેક મોબાઇલ એપ ઘઉં, ગવાર, સોયા, ચણા, ચોખા અને મકાઇ વગેરેને આવરી લે છે. તેનાથી ખેડૂતો એગ્રી ટ્રેડર્સ કોઇપણ ઉપકરણ અથવા લેબ ટેસ્ટ વગર કોમોડિટીના સેમ્પલનું મૂલ્યાંકન મેળવી શકશે. ગુજરાતના 20 જિલ્લાઓમાં 100થી વધુ સ્થળો ઉપર ઉપયોગમાં લેવાય છે. તે 60 કોમોડિટીઝના લગભગ 28,318 તપાસને આરી લે છે તથા 17 રાજ્યોમાં 976 ક્લાયન્ટ્સને ઉપયોગી બની છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow