સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેક જગ્યાઓ પર રોપ-વે કાર્યરત કરવાનું આયોજન

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેક જગ્યાઓ પર રોપ-વે કાર્યરત કરવાનું આયોજન

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 કિમીની રોપવે માટે DPR તૈયાર કરાઈ રહ્યો છે, નેશનલ હાઇવે લોજેસ્ટિક મેનેજમેન્ટ લિમિટેડ રોપ-વે ઉપરાંત ઇન્ટર મોડલ સ્ટેશન, પોર્ટ કનેક્ટિવિટી, મલ્ટી મોડલ લોજીસ્ટિક પાર્કનું દેશમાં નિર્માણ કરી રહી છે. NHAIની 100 ટકા માલિકીની NHLM નેશનલ હાઇવે લોજેસ્ટિક મેનેજમેન્ટ લિમિટેડ ભારતમાં ઇન્ટર મોડલ સ્ટેશન, પોર્ટ કનેક્ટિવિટી, મલ્ટી મોડલ લોજીસ્ટિક પાર્ક્સ સહીત રોપ-વે બનાવવા સહિતનું કામ કરી રહી છે.

21 રોપ-વે પ્રોજેકટ માટે DPR બનાવવાની કામગીરી
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ સહિત 21 રોપ-વે પ્રોજેકટ માટે DPR બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. NHLML દ્વારા ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 2 કીમી લાંબી અને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 3 કિમી રોપ-વે બનાવવા ડિટેઇલ ડ્રાફ્ટ પ્રોજેકટ રિપોર્ટ બનાવાય રહ્યો છે. જેમાં અન્ય 19 રોપ-વે માટે પણ ડીપીઆર બનાવાઈ રહ્યો છે. જે હેઠળ 9 કિમીની બાલતાલથી અમરનાથ ગુફા, અમરકંટક, ઓમકારેશ્વર, માથેરાન, અમૃતસર સહિતના ધાર્મિક, પ્રવાસન અને સિટીના સ્થળોને આવરી લેવાયા છે.

13.80 કિમીનું રસ્તાનું અંતર રોપ-વે 5 મિનિટમાં કાપશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 62 કરોડના ખર્ચે રોપ-વે માટે 2020માં બીડ મંગાવાઈ હતી, વચ્ચે નદી આવતા, ફેરામાં 13.80 કિમીનું રસ્તાનું અંતર રોપ-વે 5 મિનિટમાં કાપશે. કેકટર્સ ગાર્ડનના લોઅર ટર્મિનલ પોઇન્ટથીં અપર ટર્મિનલ પોઇન્ટ સુધી 1.25 કિલોમીટરની રોપ-વેની લંબાઈ નક્કી કરાઇ હતી. રોપ-વેની એક વ્યક્તિની પેહલા વર્ષે મહત્તમ ટિકિટ રૂપિયા 70 નક્કી કરાઇ. નદીમાં વચ્ચે એક પણ ટાવર નહિ આવે. ડેમના મહત્તમ ફ્લડને ધ્યાને રાખી નદી વચ્ચેથી પસાર થતી કેબલ કારની ઊંચાઈ નિર્ધારિત કરાઈ હતી.

1200 સ્કવેર મીટરમાં રોપ-વે સ્ટેશન બનશે
લોઅર ટર્મિનલ પોઇન્ટ, જંગલ સફારી પાર્કિંગ એરિયામાં 1200 સ્કવેર મીટરમાં રોપ-વે સ્ટેશન બનશે. અપર ટર્મિનલ પોઇન્ટ 2000 સ્કવેર મીટરમાં, જે હિલોક કેકટર્સ ગાર્ડન પાસે 1200 સ્કવેર મીટરમાં સિસ્ટમ અને 800 સ્કવેર મીટરમાં ગોંડોલા ( કેબીન-ઉડન ખટોલા ) પાર્ક. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કેકટર્સ ગાર્ડનનું રસ્તાથી 13.80 કિમીનું અંતર રોપ-વેથી આહલાદક નજારાઓ નિહાળતા 5 મિનિટમાં નદી ઉપરથી કપાશે.

6 મિનિટ પ્રતિ સેકન્ડની લાઇન સ્પીડ હશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોનોકેબલ ડિટેચેબલ ગોંડોલા MDG સિસ્ટમની રોપ-વે હશે. જેમાં 5 ટાવર્સ, 2 સ્ટેશન, 8.35 મીટર ટાવરોની ઊંચાઈ, 24 સેકન્ડનો કેબીનો વચ્ચે ઈન્ટરવલ, 6 મિનિટ પ્રતિ સેકન્ડની લાઇન સ્પીડ હશે. રોપ-વેમાં શરૂઆતમાં 12 પછી 22 કેબીન હશે, જેમાં 10 લોકો 1 કેબિનમાં બેસી શકશે, 4.36 મિનિટ વન વે ટ્રીપને સમય લાગશે. આ રોપ-વે 330 દિવસ વર્ષમાં ચાલશે જેમા પ્રારંભે 800 અને પછી 1500 લોકો પ્રતિ કલાકે પસાર થશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow