પડતર પ્રશ્ને આંગણવાડી અને આશાવર્કર બહેનો પ્રતીક ઉપવાસ પર

પડતર પ્રશ્ને આંગણવાડી અને આશાવર્કર બહેનો પ્રતીક ઉપવાસ પર

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા છે. નામદાર હાઇકોર્ટના ચુકાદા બાદ પણ લઘુતમ વેતન આપવામાં ન આવતા આંગણવાડી અને આશા વર્કર સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારે માંગણીઓ ન સ્વીકારતા હવે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે. તેમજ હજુ કામ જો સરકાર માંગણીઓને નહીં સ્વીકારે તો રણચંડી બનીને સરકારની ખુરશી હલાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનો અમદાવાદ આવી પહોંચ્યા છે. બે દિવસના પ્રતીક ઉપવાસ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ માત્ર એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો અમદાવાદ કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી ગઈ છે. એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસીને સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવે તે માટેની માંગ કરવામાં આવી રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow