2 મહિનામાં ચિપવાળા પાસપોર્ટ મળી જશે

2 મહિનામાં ચિપવાળા પાસપોર્ટ મળી જશે

દેશમાં હવે તમામ લોકોને આગામી બે મહિનામાં ઈ-પાસપોર્ટ મળવાનું શરૂ થઈ જશે. ચિપ ધરાવતા આ પાસપોર્ટના તમામ ટેક્નિકલ પરીક્ષણ પૂરાં થઈ ચૂક્યાં છે. નાસિકસ્થિત ઈન્ડિયન સિક્યોરિટી પ્રેસમાં પહેલા વર્ષે 70 લાખ ઈ-પાસપોર્ટની બ્લેન્ક બુકલેટ છપાઈ રહી છે. આ પ્રેસમાં ચિપથી સજ્જ 4.5 કરોડ પાસપોર્ટ છાપવાનો ઓર્ડર મળ્યો છે.

41 એડવાન્સ ફીચર ધરાવતા આ પાસપોર્ટ ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન (આઈસીએઓ)ના તમામ માપદંડ પૂરા કરે છે. તેના થકી 140 દેશના એરપોર્ટ પર ઈમિગ્રેશન પ્રક્રિયા ગણતરીની મિનિટોમાં પૂરી થઈ જશે. દેખાવમાં આ સામાન્ય પાસપોર્ટ જેવો જ છે. ફક્ત બુકલેટ વચ્ચે કોઈ પેજ પર રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન ચિપ અને છેલ્લે નાનકડું ફોલ્ડેબલ એન્ટેના રહેશે.

આ ચિપમાં આપણી બાયોમેટ્રિક ડીટેલ અને તે તમામ બાબત હશે, જે બુકલેટમાં પહેલેથી છે. પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.0 નામની આ યોજના હેઠળ તમામ નવા પાસપોર્ટમાં આવી ચિપ હશે. જૂની બુકલેટ રિ-ઈસ્યૂ વખતે ઈ-પાસપોર્ટમાં અપગ્રેડેશનનો વિકલ્પ મળશે. એ વખતે જૂનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow