ઓક્ટોબરના પહેલા સપ્તાહે ગ્રાહકો દ્વારા લોનની માગમાં 18 ટકાથી વધુ વૃદ્ધિ

ઓક્ટોબરના પહેલા સપ્તાહે ગ્રાહકો દ્વારા લોનની માગમાં 18 ટકાથી વધુ વૃદ્ધિ

તહેવારો દરમિયાન જોરદાર માંગની અસર બેન્કિંગ સેક્ટર પર જોવા મળી રહી છે. RBIના આંકડાઓ અનુસાર, 7 ઑક્ટોબર સુધી બેન્કોમાંથી 128.6 લાખ કરોડની લોન લેવામાં આવી છે. તે ગત વર્ષે ઑક્ટોબરના પહેલા સપ્તાહ સુધી લેવામાં આવેલી લોન કરતાં 18% વધુ છે. બેન્કોમાંથી લોન લેવાની રફ્તાર માત્ર વાર્ષિક સ્તરે વધી નથી કારણ કે, 23 સપ્ટેમ્બર સુધી બેન્કોમાંથી કુલ 126.29 લાખ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી.

તે હિસાબથી 7 ઑક્ટોબર સુધી પૂરા થતા પખવાડિયામાં બેન્ક ક્રેડિટ 2.31 લાખ કરોડ રૂપિયા વધી, જે 1.82%નો ગ્રોથ દર્શાવે છે. વાર્ષિક સ્તરે તેમાં 16.4%ની વૃદ્વિ નોંધાઇ છે. બેન્કિંગ નિષ્ણાંત સુલોચના દેસાઇએ કહ્યું કે તહેવારોમાં રિટેલ સેગમેન્ટમાંથી લોનની માંગ વધી છે. તદુપરાંત બીજુ ક્વાર્ટર પૂરું થતા પહેલા કોર્પોરેટસ્ દ્વારા પણ વધુ લોન લેવામાં આવી છે. ત્રીજા ક્વાર્ટર દરમિયાન કેટલાક અંશે આ વલણ બદલાઇ શકે છે. કંપનીઓએ રેપો રેટ વધવાને કારણે દરો વધતા પહેલા જ મહત્તમ લોન લેવાનું પસંદ કર્યું છે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં ક્રેડિટ ગ્રોથ બેગણો વધ્યો

દેશમાં ગત મહિનાથી જ લોનની માંગ વધી રહી હતી. 9 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા પખવાડિયામાં બેન્ક ક્રેડિટ ગ્રોથ 16.2% અને કુલ લોન બુક 125.5 લાખ કરોડ સુધી પહોંચી હતી. તેની તુલનાએ ગત વર્ષના સમાન સમયગાળામાં ક્રેડિટ ગ્રોથ માત્ર 6.7 ટકા હતો. આ જ રીતે સપ્ટેમ્બરમાં ક્રેડિટ ગ્રોથ 8 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

ક્રેડિટ ગ્રોથની તુલનાએ ડિપોઝિટ ગ્રોથ ઓછો નોંધાયો

ક્રેડિટ ગ્રોથની તુલનાએ ડિપોઝિટ ગ્રોથ માત્ર 9.62 ટકા રહ્યો. તહેવારોમાં પૈસા જમા કરાવવાને બદલે બમણી રકમ ઉપાડી રહ્યા છે. બેન્કોમાં 2.41 લાખ કરોડ રૂપિયાની મૂડી જમા કરવામાં આવી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow