મા-દિકરાએ રચ્યું કાળું-કાવતરૂં, સાથે કામ કરતી સગીરાને ઘરે જમવા બોલાવી કર્યું એવું કે જાણીને હચમચી જશો

મા-દિકરાએ રચ્યું કાળું-કાવતરૂં, સાથે કામ કરતી સગીરાને ઘરે જમવા બોલાવી કર્યું એવું કે જાણીને હચમચી જશો

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીરા યુવતી એક બ્યૂટી પાર્લરમાં કામ કરતી હતી જ્યાં આરોપીની માતા પણ કામ કરતી હતી. તે છોકરી તને કાકીમા કહેતી હતી.

કાળીપૂજાની રાત્રે તે મહિલાએ સગીરા સહકર્મીને પોતાના ઘરે જમવા માટે બોલાવી હતી અને જમવામાં તેણે બેભાન કરવાની દવા પીવડાવી હતી. તેના બાદ સગીરા જ્યારે બેભાન થઇ ગઇ ત્યારે તે મહિલાનાં છોકરાએ તેની સાથે ઘણીવાર રેપ કર્યો. આ મામલામાં કોલકત્તા પોલીસે માં અને દીકરા બંનેની ધરપકડ કરી દીધેલ છે. તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યું છે.

બંને મા-દીકરાની થઇ ધરપકડ
મળેલ જાણકારી અનુસાર સગીરાએ 16 તારીખનાં હરિદબપુરનાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદનાં આધાર પર પોલીસે આરોપી યુવક અને તેની માતાની ધરપકડ કરી લીધી છે. આ ચોંકાવનારો કિસ્સો હરિદેવપુરમાં થયો છે. આરોપીની માતાનું નામ અનુશ્રી કોઠારી જ્યારે પુત્રનું નામ કૃણાલ કોઠારી છે.

કાળીપૂજાની રાત્રે કર્યુ દુષ્કર્મ
પોલીસને મળેલ જાણકારી અનુસાર 16 ડિસેમ્બરનાં હરિદબપુરનાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમા કહેવામાં આવ્યું હતું કે ઘટના 24 તારીખ એટલે કે કાળીપૂજાની રાત્રે થઇ હતી.

પીડિતા સગીરા પોતાના પાર્લરની એક સહકર્મીનાં ઘરે જમવા ગઇ હતી. આરોપ છે કે ત્યાં તેના જમવામાં કંઇક ભેળવીને આપવામાં આવ્યું હતું જેને ખાયા બાદ તે થોડી સુસ્તીનો અનુભવ કરી રહી હતી. ત્યારબાદ આ સગીરાની સાથે 18 વર્ષીય છોકરાએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપ છે કે તેણે આવું વ્યવહાર ઘણીવાર કર્યું છે.

ઘણા મહિનાઓ બાદ પીડિતાએ નોંધાવી ફરિયાદ
સગીરા અનુસાર અચાનક થયેલ આ ઘટનામાંથી બહાર નિકળવામાં તેને ઘણો સમય લાગી ગયો હતો. પહેલાં તો તે ઘરવાળા લોકોને જણાવી ન શકી. જ્યારે તેમને આ બાબતની જાણકારી થઇ તો તેમણે પોલીસમાં આ ફરિયાદ નોંધાવાનો નિર્ણય કર્યો. હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં શુક્રવારે ફરિયાદ લખવામાં આવી.

આ કલમો અંતર્ગત થઇ કાર્યવાહી

ભારતીય દંડ સંહિતાની 120બી એટલે કે અપરાધનું ષડયંત્ર, 328 એટલેકે ખાવામાં ભેળસેળ, પોક્સો એક્ટ અંતર્ગત પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. પહેલા યુવક આરોપી સાથે પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ તેની માતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. આ ઘટના સમગ્ર કોલકત્તામાં ફેલાઇ ગઇ છે અને ચર્ચામાં છે. કોઇપણ માં કઇરીતે આ પ્રકારનું કામ કરી શકે છે તે જાણને નવાઇ તો લાગે જ!

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow