મોટાભાગના લોકો કરે છે આ ભૂલ! ક્યારેય ફ્રીઝમાં ન મુકો આ ફળ અને શાકભાજી, થશે ગંભીર નુકસાન

મોટાભાગના લોકો કરે છે આ ભૂલ! ક્યારેય ફ્રીઝમાં ન મુકો આ ફળ અને શાકભાજી, થશે ગંભીર નુકસાન

જ્યારથી રેફ્રિજરેટર આવ્યું છે ત્યારથી લોકો તાજા ફળો અને શાકભાજી ખાવાનું ભૂલી ગયા છે. ફ્રિઝ ખોરાકને બગાડતા અટકાવે છે. જો કોઈ પણ ખાદ્ય પદાર્થ રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેને ઘણા દિવસો સુધી બગાડથી બચાવી શકાય છે.

ખાસ કરીને ફળો અને શાકભાજી ફ્રિજમાં રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે. પરંતુ કેટલાક ફળો અને શાકભાજીને ફ્રીજમાં રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવી વસ્તુઓને ફ્રીઝમાં રાખવાનું ટાળો. આવો જાણીએ કઇ વસ્તુઓ ફ્રીઝમાં ન રાખવી જોઇએ.

ખીરા કાકડી
કાકડીની તાસીર ગરમ હોય છે. જ્યારે ફ્રીઝમાં રાખવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ ઠંડુ થઈ જાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ફ્રીઝમાં રાખવાથી તે ઝડપથી સડવા લાગે છે, આવી કાકડી ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

ટામેટા
ટામેટાંને ફ્રીઝમાં રાખવાનું ટાળો. ફ્રીઝમાં રાખેલા ટામેટાં ઝડપથી બગડી શકે છે. આનાથી ટામેટાંનો સ્વાદ અને પોષણ પણ ઘટે છે.

બટાકા
બટાકાને ફ્રીઝમાં રાખવું યોગ્ય નથી. બટાકાને ઠંડીમાં રાખવાથી તેમાં રહેલા સ્ટાર્ચમાં ફેરફાર થાય છે. આવા બટાકાનો ટેસ્ટ મીઠો બને છે. ફ્રિઝમાં બટાકા ઝડપથી સડવા લાગે છે.

લસણ
લસણને ફ્રીઝમાં રાખવાનું ટાળો. તેને બંધ જગ્યાએ રાખવાથી ઝડપથી બગડવા લાગે છે. લસણ ફ્રીઝમાં રહેલા ભેજને શોષી લે છે. લસણને ફ્રીઝમાં રાખવાથી અન્ય શાકભાજીમાં પણ દુર્ગંધ આવી શકે છે.

ડુંગળી
ડુંગળીને હવાવાળી જગ્યાએ રાખવી જોઈએ. જ્યારે ડુંગળીને ફ્રિઝ જેવી બંધ જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે ત્યારે તે અંકુરિત થવા લાગે છે અથવા તે સડીને બગડી જાય છે. ડુંગળીને ફ્રીઝમાં રાખવાથી દુર્ગંધ પણ આવવા લાગે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow