તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ

તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ

તુર્કીએ (જૂનું નામ તુર્કી)માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. આંચકા એટલા ભારે હતા કે રાજધાની અંકારા, ઈસ્તાંબુલ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.

સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ડુજસે પ્રાંતના ગોલકાયામાં હતું. આ શહેર ઈસ્તાંબુલથી 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં 1999માં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં 800 લોકોના મોત થયા હતા.

અંકારામાં રહેતા ઓમેર અનસે કહ્યું- હું લગભગ 4 વાગે જાગી ગયો હતો. મકાન ધ્રૂજી રહ્યું હતું. રૂમમાં રાખેલી બુકશેલ્ફ અચાનક પડી ગઈ. હું ડરી ગયો અને ઘરની બહાર નીકળી ગયો. ગયા અઠવાડિયે જ વહીવટીતંત્રે ભૂકંપ નિવારણ માટે કવાયત હાથ ધરી હતી. ભૂકંપના આટલા ભારે આંચકા અંકારામાં મેં પહેલા ક્યારેય અનુભવ્યા નથી. મને આશા છે કે લોકો સુરક્ષિત છે. અન્ય એક વ્યક્તિએ ભૂકંપને સૌથી ખતરનાક ગણાવ્યો હતો. અબ્દીફાતાહ અદાને કહ્યું- મને જોરદાર ધ્રુજારીનો અનુભવ થયો. એપાર્ટમેન્ટમાં એક વિચિત્ર કંપન અનુભવાતું હતું. એવું લાગતું હતું કે બિલ્ડિંગ તૂટી પડવાની તૈયારીમાં છે. બધા બહાર આવ્યા અને રસ્તા પર ભેગા થયા હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow