માધાપર બ્રિજ પર લગ્ને જતા પરિવારની બાઇક સ્લીપ

માધાપર બ્રિજ પર લગ્ને જતા પરિવારની બાઇક સ્લીપ

રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એકનું મોત નીપજ્યું છે. રાજકોટના માધાપર ચોક નજીક લગ્નમાં જઇ રહેલા ભટ્ટી પરિવારને અકસ્માત નળતા મહિલાનું મોત નીપજ્યું છે. આજરોજ રાત્રીના સમયે કેતનભાઇ બાબુભાઈ ભટ્ટી (ઉ.વ.41) પોતાના પત્ની રૂપલબેન કેતનભાઇ ભટ્ટી (ઉ.વ.38) અને દીકરી મિસરી કેતનભાઇ ભટ્ટી (ઉ.વ.13) બાઇકમાં સંબંધીના લગ્નમાં જઈ રહ્યં હતા. આ દરમિયાન માધાપર ચોકથી બેડી જવા રસ્તા તરફ બ્રિજ ઉપર પહોંચ્યા ત્યારે બાજુમાંથી ટ્રક પસાર થતા બાઈક ચાલક કેતનભાઈ ગભરાઈ જતા વાહન સ્લીપ થયું હતું અને પરિવારના ત્રણેય સભ્યો નીચે પટકાયા હતા, જેમાં ગંભીર રીતે ઘાયલ રૂપલબેનનું મોત નીપજ્યું હતું. જયારે પતિ કેતનભાઈ અને દીકરી મિસરી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે જાણ થતા પોલીસે વધુ તપાસ હાટ ધરી છે.

લિસ્ટેડ બુટલેગરે પાર્સલની આડમાં ટ્રાન્સપોર્ટ મારફત દમણથી મોકલાવેલ દારૂ ઝડપાયો રાજકોટ શહેર PCB ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે મોટી ટાંકી ચોક પાસે અમર સ્ટેશનરી ઝેરોક્ષ નજીક રોડ ઉપરથી અતુલ શક્તિ માલવાહક રિક્ષામાંથી રૂ.2.59 લાખની કિંમતની દારૂની 912 બોટલ તેમજ રીક્ષા મળી કુલ રૂ.3,39,776ના મુદ્દામાલ સાથે નવાજ દોસ્તમહંમદ ભાડુલા (ઉ.વ.24) ની ધરપકડ કરવામાં આવી છે. દારૂનો જથ્થો રાજકોટના લિસ્ટેડ બુટલેગર યાકુબ મોટાણીએ ટ્રાન્સપોર્ટ મારફતે દમણથી મોકલ્યો હતો. તે છેલ્લા એકાદ માસથી જરૂરિયાત મુજબ દમણથી દારૂ મોકલતો હતો અને અહીં નવાજ બુટલેગરોને દારૂની સપ્લાય પુરી પાડતો હતો. જેથી પીસીબીએ રાજકોટ, સુરત, વલસાડ સહિતના શહેરોમાં હત્યા, દારૂ સહિતના 21 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ લિસ્ટેડ બુટલેગર યાકુબ મોટાણીણી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow