લક્ઝરી કારના વેચાણમાં 50%નો વધારો, મોંઘા સ્માર્ટફોન પણ 55 ટકા વધુ વેચાયા

લક્ઝરી કારના વેચાણમાં 50%નો વધારો, મોંઘા સ્માર્ટફોન પણ 55 ટકા વધુ વેચાયા

દેશમાં લક્ઝરી પેદાશોનાં વેચાણમાં દરરોજ નવા નવા રેકોર્ડ સર્જાઇ રહ્યા છે. માર્કેટ ડેટા દર્શાવે છે કે, એક વર્ષમાં લક્ઝરી કારનાં વેચાણમાં 50 ટકાનો વધારો થયો છે. મોંઘા સ્માર્ટ ફોન, મોંઘા ટીવી-ફ્રીઝનાં વેચાણમાં 55-95 ટકાનો વધારો થયો છે. સ્વિસ ઘડિયાળનું માર્કેટ કદ પણ બે ગણુ થયુ છે. જ્યારે ટૂથપેસ્ટ, હેર ઓઇલ, સાબુ જેવી જરૂરી ચીજવસ્તુઓનાં વેચાણમાં વધારાનો દર ખુબ ઓછો અથવા તો નકારાત્મક રહ્યો છે. ઓછી આવક ધરાવતા વર્ગમાં વધારે ઉપયોગ થતા સસ્તા મોબાઇલનાં વેચાણમાં ઘટાડો થયો છે. ટુ વ્હીલર વાહનનાં વેચાણમાં પણ વધારો થયો નથી.

બચત-ખર્ચનાં મોરચે કામ કરી રહેલી સંસ્થાઓએ ચોંકાવનારી માહિતી જારી કરી છે. તેમના મુજબ કોવિડ-19 અને લોકડાઉનની અસરમાંથી સૌથી વધારે આવક ધરાવતા 20 ટકા લોકો બહાર નિકળી ગયા છે. તેમના દ્વારા બજારો ખુલતાની સાથે જ લક્ઝરી ચીજોની ખરીદી શરૂ થઇ હતી. સૌથી નીચલા સ્તરનાં 20 ટકા લોકો હજુ મુશ્કેલમાંથી બહાર આવી શક્યા નથી. આ વર્ગનાં લોકો જીવનજરૂરી ચીજો પણ સાવધાનીપૂર્વક ખરીદી રહ્યા છે. તેમને આઘાતમાંથી બહાર આવવામાં હજુ એક વર્ષ લાગી શકે છે. સાથે લક્ઝરી પેદાશોનાં વેચાણની આ ગતિ પણ કદાચ યથાવત રહેશે નહીં.

લાઇફસ્ટાઇલ પ્રોડક્ટનાં વેચાણમાં ઘટાડો થઇ શકે છે‌‌સૌથી ઓછી આવક ધરાવતા ગ્રુપને વર્તમાન સ્થિતિમાંથી બહાર નિકળવામાં હજુ એક વર્ષનો સમય લાગશે. સાથે જ લાઇફસ્ટાઇલ પ્રોડક્ટનુ વેચાણ પણ આગામી વર્ષે એટલુ રહેશે નહીં. આમાં પણ ઘટાડો થઇ શકે છે.‌‌રાજેન્દ્ર શુક્લા , એમડી એન્ડ સીઇઓ, પ્રાઇસ, નવી દિલ્હી.

અમીરોનાં ખર્ચમાં આ કારણે વધારો થયો

  • કાર કંપનીઓનાં ડેટા મુજબ 2022માં લક્ઝરી કારનું વેચાણ 50% વધીને 37000 युनिटયુનિટ થયું. 10 હજાર કારની કિંમત એક કરોડથી વધુ રહી. મર્સિડીઝ બેન્ઝે સૌથી વધુ 6500 કારનું વેચાણ કર્યું.
  • ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન મુજબ 41 હજારથી વધારે મોંઘા મોબાઇલનું વેચાણ થયું. 2021ની તુલનામાં 2022માં વેચાણ 55% સુધી વધ્યું.
  • ફેડરેશન ઓફ સ્વિસ વોચ ઇન્ડસ્ટ્રીઝ મુજબ લાઇફસ્ટાઇલ સ્વિસ વોચનો વેચાણ આંકડો 2022માં 1640 કરોડ રૂપિયાનો રહ્યો છે. જે 2020માં 843 કરોડનો આંકડો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow