Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
sucide

લવ યુ ફ્રેન્ડ્સ, સોરી મમ્મી-પપ્પા, પેલી બેગમાં હિસાબ છે...: પત્ની-સાસરિયાના ત્રાસથી પતિનો આપઘાત, ધ્રુજાવી નાંખે તેવી સુસાઇડ નોટ

Gujaratnow2 min read
લવ યુ ફ્રેન્ડ્સ, સોરી મમ્મી-પપ્પા, પેલી બેગમાં હિસાબ છે...: પત્ની-સાસરિયાના ત્રાસથી પતિનો આપઘાત, ધ્રુજાવી નાંખે તેવી સુસાઇડ નોટ

અમદાવાદ શહેરમાં રહેતા એક યુવકે તેની દુકાનમાં જ સાસરિયાઓનાં ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો. મૃતકના પિતાએ આ અંગે પુત્રવધુ તથા વેવાઇ સામે ફરિયાદ કરી હતી જેથી પોલીસે વેવાઇ અને વેવણની ધરપકડ કરી છે. તપાસમાં મૃતકે સ્યુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. પત્ની હાલ પણ ફરાર છે જેને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

અંતિમ ચિઠ્ઠીમાં લખ્યાં કારણો
ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મારા સાસરિયાઓથી કંટાળી ગયો હોવાથી આ પગલું ભરું છું, મારા ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ નથી અને પોલીસ મિત્રોને જણાવું છું કે મારા કોઈ ફેમિલીને હેરાન કરવા નહીં. આઈ લવ યુ મમ્મી-પપ્પા બહેન. મમ્મી પપ્પા હવે ચિંતા ના કરતા..તમે એમ સમજજો કે તમારો છોકરો ફોરેન છે અને બધો હિસાબ પેલી બેગમાં ડાયરીઓ છે એમાં લખ્યો છે. ડાયરીમાં ન ખબર પડે તો જયેશભાઈને કહેજો. આઈ લવ યુ જયેશભાઈ. મારી આધ્યાનું ધ્યાન રાખજો. સોરી બધા ફ્રેન્ડ અને બધા ફેમિલી. બાય... મારાથી બીજી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો

દુકાને કર્યો આપઘાત
આ વાક્યો છે સુભાષ નામના યુવકના જેણે મોતને વ્હાલું કરતા પહેલા આ શબ્દો તેની અંતિમચિઠ્ઠીમાં લખ્યાં હતાં. ઠક્કરનગરમાં રહેતા સુભાષને સાસરિયાઓનો ત્રાસ હતો અને તેનાથી જ કંટાળી ગત 27મી જાન્યુઆરીએ નિકોલ ખાતેની તેની દુકાને આપઘાત કરી લીધો હતો.જે બાબતે હવે કૃષ્ણનગર પોલીસે મૃતકની પત્ની, સાસુ અને સસરા સામે ગુનો નોંધી મૃતકના સાસુ સસરાની ધરપકડ કરી.

પત્ની હળી મળીને રહેતી ન હતી...
પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે મૃતક સુભાષ ભાઈની પત્ની પીનલ લગ્નનાં છ માસ બાદથી સુભાષ અને પરિવારજનો સાથે હળી મળીને રહેતી ન હતી અને કોઈપણ વ્યક્તિ સાથે બરાબર વાતચીત કરતી નહોતી. પિનલ તેના પિયરમાં તેના માતા-પિતા સાથે વાતો કરતી અને તેના માતા-પિતા તેના ચઢામણી કરતા હતા. જેના કારણે તે સાસરે કોઈની સાથે વાતો કરતી નહોતી અને કોઈ પણ પ્રસંગોમાં આવતી નહોતી. અવારનવાર પિનલ તેના પિયર જતી રહેતી હતી અને એકવાર સમાધાન કરી તેને સાસરિયાઓ તેડી લાવ્યા હતા.

29 જાન્યુઆરીના રોજ મીટીંગ રાખી હતી
પીનલ તેના પતિ સુભાષ સાથે વાતચીત પણ કરતી નહોતી કે ફોન પણ કરતી નહોતી. સુભાષની દીકરી આધ્યા સાથે પણ કોઈને કોઈ બહાના કાઢી વાત કરાવતી નહોતી. જે બાબતે સમાધાન કરવા 29 જાન્યુઆરીના રોજ મીટીંગ રાખી હતી. પરંતુ તે પહેલા 27મીના રોજ સુભાષભાઈએ આપઘાત કરી લેતા સુભાષભાઈના પિતાએ સુભાષભાઈની પત્ની સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી. પત્ની હાલ પણ ફરાર છે.

Gujaratnow2 min read

Related News