રાજકોટમાં પરિણીતાએ 'એને બીજી સાથે સંબંધ છે,મને રાખવી નથી' કહી ગળેફાંસો ખાધો

રાજકોટમાં પરિણીતાએ 'એને બીજી સાથે સંબંધ છે,મને રાખવી નથી' કહી ગળેફાંસો ખાધો

રાજકોટ કાલાવડ રોડ પર મેટોડામાં પરિણીતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પરિણીતાએ પતિ અને સાસુ સસરાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પરિણીતાના પિતા મનોજભાઇ હમિરભાઇ પરમારની ફરિયાદને આધારે તેના પતિ નયન, સાસુ નાથીબેન ઉર્ફે ગૌરીબેન અને સસરા નાથાભાઈ માવજીભાઈ દાફડાનું નામ આપતા તેઓની સામે આપઘાતની ફરજ પાડવા અંગે ફરિયાદ નોંધાવી છે.

નયનને કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે
મનોજભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી મોટી દિકરી જયશ્રીના નાથાભાઈ માવજીભાઈ દાફડા નો દિકરો નયન સાથે તા.27/05 ના જામનગર ખાતે અમારી જ્ઞાતીના સમુહ લગ્ન સમારંભમાં લગ્ન થયેલ હતા અને લગ્ન બાદ તેઓ સંયુક્ત કુટુંબમાં મેટોડા રહેતા હતા. દિકરી જયશ્રીનો આશરે સાત દિવસ પહેલા મારી પત્નીને ફોન આવેલ હતો અને વાત કરેલ હતી કે નયનને કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે અને તેને મને રાખવી નથી તેમ વાત કરેલ હતી અને ગઇ તા.22/12 ના રાત્રીના જયશ્રીના સાસુ નાથીબેનનો મને ફોન આવ્યો અને વાત કરી કે તમારી દિકરી જયશ્રી એ ફાસો ખાઈ લીધેલ છે.

ચા આપીને અંદર રૂમમાં જતી રહી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તુરંત અમે બધા રીક્ષામા બેસીને રાજકોટ સરકારી હોસ્પીટલ પહોચતા દિકરીના સાસુ નાથીબેને અમોને વાત કરી કે આજે જમીને રાતના મેં તથા પતિ નાથાભાઈ તથા મારો દિકરો નયન એમ બધા એ તમારી દિકરી જયશ્રી બનાવેલ ચા પીધેલ અને તે અમોને ચા આપીને અંદર રૂમમાં જતી રહેલ હતી અને તેને પગલું ભરી લીધું હતું.

ફોનમા ધમકી આપતા હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી દિકરી જયશ્રી તેના આ લગ્ન ગાળા દરમ્યાન થોડા દિવસ તેના સાસરીયામા રોકાઈ અને પાછી ત્રણ વખત રિસામણે આવતી રહી હતી. તેના પતી તથા સસરા નથુભાઈ તથા સાસુ નાથીબેન ઉર્ફે ગૌરીબેન પાછી આવતી રહે તેમ કહી ફોનમા ધમકી આપતા હતા અને જયશ્રી છેલ્લી વખત પાછી આવેલ ત્યારે તેના પતિએ જયશ્રી છેલ્લી વખત પાછી આવેલ ત્યારે તેના પતિએ જયશ્રી ને માર માર્યો હોય જેથી જામનગર જી.જી હોસ્પીટલમા તા. 23/09ના સારવાર લેવડાવી હતી અને બાદ જામનગર મહીલા પોલીસમા જયશ્રી એ તેના પતી વિરુદ્ધ સાસરીયામાં શારીરીક તથા માનસીક ત્રાસ ની ફરીયાદ પણ કરેલ હતી.

આત્મહત્યા કરવા મજબુર કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગઈ તા.01/12ના જયશ્રીને સમજાવી તેના સાસરીયામા તેના પતિના ઘરે મેટોડા એકતાનગર મારી પત્ની રતનબેન મુકી ગઈ અને બાદ પણ આ લોકો જયશ્રી ને માવતર માંથી ટી.વી લઈ આવ એમ કહી મેણા ટોણા મારી આત્મહત્યા કરવા મજબુર કરી જયશ્રી એ તેઓના ત્રાસ થી કંટાળી જઈ તા.22/12ના ગળાફાસો ખાઈ પોતાનુ જીવન ટુકાવી લેતા પહેલા સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow