સોસાયટી માટે ડૂબી મરવા જેવું!, આણંદમાં ઓવરબ્રિજ નીચેથી નવજાતની લાશ મળતા ચકચાર

સોસાયટી માટે ડૂબી મરવા જેવું!, આણંદમાં ઓવરબ્રિજ નીચેથી નવજાતની લાશ મળતા ચકચાર

રાજ્યમાં નવજાત બાળકો ત્યજી દેવાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મા ની મમતા લાજે તેવા  અવાર નવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. આણંદમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. આણંદના ભાલેજ ઓવરબ્રિજ નીચેથી ત્યજી દેવાયેલ મૃત નવજાત શિશુ મળ્યું છે. રેલવે ટ્રેકથી 10 ફૂટ દૂર મૃત નવજાત મળી આવ્યું છે.

ભાલેજ ઓવરબ્રિજ નજીકથી મૃત નવજાત મળ્યું
આણંદમાં ભાલેજ ઓવરબ્રિજ નજીકથી ત્યજી દેવાયેલી હાલતમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું છે. રેલવે ટ્રેકથી 10 ફૂટ દૂર મૃત નવજાત બાળક મળ્યું છે. આણંદ રેલવે પોલીસે નવજાત બાળકનો મૃતદેહનો કબજે મેળવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

અગાઉ સુરતમાંથી નવજાત મૃત હાલતમાં મળી આવ્યું હતુ
મગદલ્લા ગામમાં આવેલ એક બિલ્ડિંગના પરિસરમાંથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી. નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને ત્યજી દીધી હોય તેવી ચર્ચાઓ ઉઠી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow