મુંબઈના પ્રસિદ્ધ ચર્ચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, લશ્કરે-એ-તૈયબાએ ઈમેલ મોકલતા પોલીસ થઈ દોડતી

મુંબઈના પ્રસિદ્ધ ચર્ચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, લશ્કરે-એ-તૈયબાએ ઈમેલ મોકલતા પોલીસ થઈ દોડતી

મુંબઈના સૌથી હાઈપ્રોફાઈલ વિસ્તારો પૈકીના એક બાંદ્રા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ માઉન્ટ મેરી ચર્ચને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.  

સૂત્રોએ જણાવ્યું છે કે, આ મેઇલ terror@gmail.com નામના એકાઉન્ટ પરથી મળ્યો છે. સૂત્રોએ દાવો કર્યો છે કે, આ ઈમેલમાં લખવામાં આવ્યું છે કે લશ્કર-એ-તૈયબા નામનું આતંકવાદી સંગઠન માઉન્ટ મેરી ચર્ચ પર આતંકવાદી હુમલો કરવા જઈ રહ્યું છે.

માઉન્ટ મેરી ચર્ચના અધિકૃત ફોટોગ્રાફર પીટર ડોમેનિક ડિસોઝાના ઈમેલ ચર્ચની સત્તાવાર વેબસાઇટ સાથે લિંક કરવામાં આવ્યું છે. માઉન્ટ મેરી ચર્ચની સત્તાવાર વેબસાઈટ પર આવતા તમામ ઈમેલ તેમના મોબાઈલ પર આવે છે. બુધવારે સાંજે લગભગ 7.30 વાગ્યે યુઝર આઈડી  'આતંકવાદી' પરથી લશ્કર-એ-તૈયબાના હુમલા વિશે એક ઈમેલ મળ્યો.  

પોલીસે બીજા ઇમેઇલ વિશે માહિતી આપી
મુંબઈ પોલીસના ઝોન-9ના ડીસીપી અનિલ પારસ્કરે જણાવ્યું કે, આ ઇમેઇલ પછી બીજો ઇમેઇલ આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ એક બાળકની માતા છે.  

મહિલાએ જણાવ્યું કે તેને પહેલો ઈમેલ (ધમકીવાળો) તેના પુત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. ડીસીપી પારસ્કરે વધુમાં જણાવ્યું કે, તે ઈમેઇલમાં તેની માતાએ માફી માંગી છે. મહિલાએ તે ઈમેલમાં જણાવ્યું છે કે, તેમના બાળકની માનસિક સ્થિતિ સારી નથી. જેના કારણે તેણે આવો ઈમેલ મોકલ્યો હતો.

પોલીસ તપાસમાં જોડાઈ
નવા વર્ષ નિમિત્તે પોલીસ વિભાગ આવા ઈમેલને લઈને ખૂબ જ સતર્ક છે, જેના કારણે મુંબઈ પોલીસ તેની ખરાઈ કરવાનું કામ કરી રહી છે. પોલીસે આઈપીસીની કલમ 505(3) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તપાસ કરી રહી છે, પોલીસનો એવો પણ દાવો છે કે આ ઈમેલ એક પ્રકારનો હૉક્સ છે, પરંતુ તપાસ બાદ સમગ્ર સત્ય સામે આવશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow