અધૂરી સુરંગોના કારણે ભૂસ્ખલન, ભારે દહેશત

અધૂરી સુરંગોના કારણે ભૂસ્ખલન, ભારે દહેશત

ઉત્તરાખંડનાં ઉત્તરકાશીમાં સ્થિત લોહારી નાગ પાલા બંધ મોટી હોનારત માટેનું કારણ બની શકે છે. પર્યાવરણને બચાવવા માટે બંધનાં નિર્માણ કામને વચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું હતુ.આનાથી નિકળેલી ત્રણ અડધી નિર્મિત સુરંગ ચાર ગામોની નીચેથી પસાર થાય છે. હવે ગામોમાં જમીન ધસી રહી છે. જેના કારણે આ ગામોનાં 1245 પરિવારોમાં દહેશત ફેલાઇ ગઇ છે.

હકીકતમાં 19 વર્ષ પહેલા ઉત્તરકાશીથી આશરે 50 કિલોમીટરનાં અંતરે ચીન સરહદ તરફ ભાગીરથી નદી પર 600 મેગાવોટની લોહારી નાગપાલ જળ વીજળી યોજનાને આગળ વધારતાની સાથે જ વિવાદની શરૂઆત થઇ હતી. પર્યાવરણ નિષ્ણाાત જી.ડી. અગ્રવાલે પર્યાવરણ નુકસાનની વાત કરીને બંધનો વિરોધ કર્યો હતો. એ વખતે મનમોહનસિંહ સરકારે ઉત્તરકાશીથી આગળ ગંગોત્રી સુધીનાં વિસ્તારને ઇકો સંસેટિવ ઝોન જાહેર કરીને પહેલ કરી હતી. એનટીપીસીને બંધનું કામ 2010માં બંધ કરવાની ફરજ પડી હતી. આ કામ 65 ટકા પૂર્ણ થઇ ગયું હતુ. કેટલીક સુરંગ પણ અડધી બની હતી, જે તિહાર, કુંજન, ભંગેલી, સુનાગર ગામની નીચેથી પસાર થાય છે. તિહારમાં 500, કુંજનમાં 345 અને બે અન્ય ગામોમાં 400 પરિવારો છે.

સુરંગો ખતરનાક છે, બંધ કરવી જરૂરીઃ વિજ્ઞાનીઓ
રાજ્યનાં ભૂવૈજ્ઞાનિક ડો. એસપી સતીનું કહેવુ છે કે, બંધનું કામ રોકાયા બાદ તેની સુરંગોને વૈજ્ઞાનિક રીતે બંધ કરવાની જરૂર હતી. અડધી બનેલી સુરંગોથી સમગ્ર ઇકો સંસેટિવ ઝોનની સામે ખતરો ઉભો થઇ ગયો છે. જો સમય સમયએ આ સુરંગોમાં સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારમાં મોટા ભૂસ્ખલન થઇ શકે છે.

આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા રાજ્યે કેન્દ્રની મંજૂરી માંગી
કેન્દ્રની સાથે એનટીપીસી સમક્ષ રાજ્ય સરકારે બાકી કામને પૂર્ણ કરવા માટેની માંગણી કરી છે. એવા તર્ક આપવામાં આવ્યા છે કે, પરિયોજનાના બંધ થવાથી તેને 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. બીજી બાજુ, ઉત્તરાખંડ સરકારનું કહેવું છે કે, જો આ રકમ મળ્યા બાદ પણ જો પરિયોજના શરૂ કરવાની મંજુરી નહીં મળે તો ભારે નુકસાન થઇ જશે.

વહીવટીતંત્ર સમક્ષ ફરિયાદ બાદ સરવે કામ થયા નથી
બંધ ક્ષેત્રનાં ગામ બે હોનારતનો સામનો કરી ચૂક્યા છે. 1991માં અહીં રિક્ટર સ્કેલ પર સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ વખતે અનેકના મોત થયા હતા. ત્યારબાદ 2013માં અહીં પહેલા પૂર અને ત્યારબાદ જમીન ધસી પડવાની ઘટનાઓ બની. સ્થાનિક ભગવત સિંહ રાવતે કહ્યું છે કે, અહીં અનેકવાર જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ સર્વેક્ષણની અપીલ કરાઇ છે, પરંતુ કોઇએ તેની ગંભીરતાથી નોંધ લીધી નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow