જાેર્ડનની ખજૂર ખતમ થવાને આરે હતી, AIએ અવાજથી લાલ જંતુને ઓળખ્યા, સ્કેન કરીને 7 લાખ વૃક્ષ બચાવ્યાં

જાેર્ડનની ખજૂર ખતમ થવાને આરે હતી, AIએ અવાજથી લાલ જંતુને ઓળખ્યા, સ્કેન કરીને 7 લાખ વૃક્ષ બચાવ્યાં

જોર્ડનની ખજૂર દુનિયાભરમાં ખૂબ લોકપ્રિય છે, પરંતુ સાત વર્ષ પહેલાં આ ખજૂરનાં વૃક્ષો એક પ્રકારના લાલ જંતુઓના પ્રકોપના કારણે લગભગ ખતમ થવાના આરે પહોંચી ગયાં હતાં. આજે જોર્ડનનાં લગભગ તમામ સાત લાખ ખજૂરનાં વૃક્ષોને બચાવી લેવામાં આવ્યાં છે. આ એઆઇ ખજૂરનાં વૃક્ષોમાં રહેલાં આ નાના લાલ જંતુઓના અવાજને ઓળખી કાઢે છે. જંતુઓના આ અવાજને લોકો સાંભળી શકતા નથી. એઆઇની મદદથી જોર્ડનમાં ખજૂરનાં દરેક વૃક્ષોનો ડેટા બેઝ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

અમ્માનના એક એન્જિનિયર જાયદ સિનોક્રેટે 2012માં જેરિકો પરત ફરીને પોતાના પરંપરાગત ખજૂરના બિઝનેસમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે થોડાક સમયમાં તેનાં ખજૂરનાં વૃક્ષો એક એક કરીને સૂકાવા લાગ્યાં હતાં. 2016માં ફાર્મ વેચી દીધા બાદ જાયદે આ લાલ જંતુઓની ઓળખ કરવાનો નિર્ણય કર્યો હતો. જાયદે પોતાના સાઉન્ડપ્રૂફ રૂમમાં ખજૂરમાં લાલ જંતુઓને ઇન્જેક્ટ કર્યા હતા. ત્યારબાદ વિકસિત થયેલા જંતુઓના અવાજને અલ્ટ્રા સેન્સિટિવ માઇક્રોફોન મારફતે રેકોર્ડ કરી લીધો હતો.

અવાજને રેકોર્ડ કર્યા બાદ તેને એઆઇના એલ્ગોરિધમની સાથે મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આના કારણે જાયદે એપ વિકસિત કરવામાં સફળતા મેળવી હતી. જેને ખજૂરનાં કોઇ પણ વૃક્ષનાં હિસ્સામાં ઇન્જેક્ટ કરીને લાલ જંતુઓ અથવા તો તેમની આંશિક હાજરીને અવાજ મારફતે ઓળખી શકાય છે. અમ્માન યુનિવર્સિટીના પ્રોફેસર નાહિલાનું કહેવું છે કે આ ખાસ પ્રકારની એઆઇ ટેક્નિકની મદદથી જોર્ડનમાં ખજૂરનાં વૃક્ષોમાં જંતુનાશકોના ઉપયોગમાં 75 ટકા સુધીનો ઘટાડો થઇ ગયો છે. કોઇ પણ વૃક્ષમાં લાલ જંતુઓની માહિતી મળ્યા બાદ તેને કાપી નાંખવામાં આવે છે.

ખજૂરનાં વૃક્ષોના સ્કેનિંગથી 1200 કરોડની કમાણી
જાયદે ‘પામઇયર’ના નામથી આ એપ વિકસિત કરી છે. સરકારે આ એપ મારફતે 4900 હેક્ટરમાં ખજૂરનાં દરેક વૃક્ષને સ્કેન કર્યા છે. આનાથી જોર્ડનની અર્થવ્યવસ્થામાં દર વર્ષે 1200 કરોડ રૂપિયાની આવક થાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow