ઇન્ટરનેટ યુઝર્સ ઘટ્યા, બ્રોડબેન્ડના વધ્યા

ઇન્ટરનેટ યુઝર્સ ઘટ્યા, બ્રોડબેન્ડના વધ્યા

મોબાઇલમાં સિગ્નલ નહીં આવવાથી અને ઇન્ટરનેટની ધીમી સ્પીડના કારણે યુઝર્સ પરેશાન છે. 2012થી અત્યાર સુધી 102 કરોડ એક્ટિવ યુઝર્સમાંથી 78.97 કરોડ એટલે કે આશરે 77% યુઝર્સે તેમના નંબર પોર્ટ કરાવી દીધા છે.  

ટ્રાઇના તાજા અહેવાલ પ્રમાણે, 2022-23માં એપ્રિલથી ડિસેમ્બર સુધી 9.4 કરોડ યુઝર્સ તેમના મોબાઇલ નંબર પોર્ટ કરાવી ચૂક્યા છે. 2021-22માં જ 11.3 કરોડ યુઝર્સે તેમના નંબર પોર્ટ કરાવ્યા હતા,  

જે છેલ્લા આઠ વર્ષનો સૌથી મોટો આંકડો છે. ઇન્ટરનેટમાંથી બ્રોડબેન્ડમાં જવાનો ટ્રેન્ડ પણ રહ્યો છે. નેટ યુઝર્સની સંખ્યા 82.53 કરોડથી ઘટીને 82.48 કરોડ થઇ ગઇ છે, જ્યારે બ્રોડબેન્ડ યુઝર્સ 77.8 કરોડથી વધીને 78.8 કરોડ થયા છે. વાયરલાઇન યુઝર્સની સંખ્યા 2.02 કરોડથી 2.48 કરોડ થઇ છે, તો 3.88 કરોડ મોબાઇલ નંબર ડિએક્ટિવેટ થઇ ગયા છે.  

પાંચ વર્ષમાં આઉટગોઇંગ કૉલનો સમય બમણોઃ 2016-17માં મોબાઇલ પર આઉટગોઇંગનો સરેરાશ સમય પ્રતિ માસ 405 મિનિટ હતો, જે 2021-22માં 955 મિનિટ પ્રતિ માસ થઇ ગયો છે.

સસ્તા ડેટાની અસર ડીટીએચ પર
ડેટા સસ્તો થવાની અસર ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) કનેક્શન પર પણ પડી છે. આશરે 26 લાખ ગ્રાહકે એક વર્ષમાં ડીટીએચ કનેક્શન કઢાવી દીધા છે. વર્ષ 2020-21માં ડીટીએચ ગ્રાહકોની સંખ્યા 6.95 કરોડથી ઘટીને 2021-22માં 6.69 કરોડ રહી ગઇ.

એરટેલના યુઝર્સ વધ્યા, જિયો હજુ ટોચે
એરટેલના યુઝર્સ 35.2 કરોડથી વધીને 36 કરોડ થઇ ગયા છે. રિલાયન્સ જિયોના યુઝર્સ 42.2 કરોડથી ઘટીને 40.3 કરોડ થયા છે, પરંતુ તે હજુ પણ ટોચે છે. કુલ મોબાઇલ યુઝર્સમાં રિલાયન્સ જિયોની ભાગીદારી છેલ્લા નવ મહિનામાં 35.3%થી વધીને 37.14% થઇ છે. વોડાફોન-આઇડિયાના યુઝર્સની સંખ્યા 28.3 કરોડથી ઘટીને 26 કરોડ થઇ ગઇ છે. બીએસએનએલના યુઝર્સ 11.8 કરોડથી 11.3 કરોડ થઇ ગયા છે. એમટીએનએલના પણ 1.52% ગ્રાહક ઘટ્યા છે.

બિલ્ડિંગમાં ડિજિટલ કનેક્ટિવિટી જરૂરી, નહીં તો નકશો ફેલ અને દંડ પણ...
નવી દિલ્હી - બિલ્ડરોએ નવા રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને સરકારી પ્રોજેક્ટમાં ડિજિટલ કનેક્ટિવિટી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું પડશે. તેના વિના નકશો ફેલ કરાશે. ટ્રાઇએ કેન્દ્રને મોકલેલા સૂચનોમાં ડિજિટલ કનેક્ટિવિટીને વીજળી, પાણી, રસ્તા જેવી મૂળભૂત જરૂરિયાત ગણાવી છે. ડિજિટલ કનેક્ટિવિટી ઉપલબ્ધ નહીં કરાવનારા બિલ્ડર સામે જો ગ્રાહક રિયલ એસ્ટેટ નિયામત સંસ્થા (રેરા)માં જશે, તો બિલ્ડરને દંડ પણ થઇ શકે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow