2022-23 માટે ભારતના GDP વિકાસ દરમાં સુધારાનું અનુમાન, પરંતુ પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં થશે મોટો ઘટાડો

2022-23 માટે ભારતના GDP વિકાસ દરમાં સુધારાનું અનુમાન, પરંતુ પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં થશે મોટો ઘટાડો

હાલ ચાલી રહેલ પરિસ્થિતિ જોઈને પાછલા વર્ષની સરખામણીએ નાણાકીય વર્ષ 2022-23માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિમાં મોટો ઘટાડો અપેક્ષિત છે. અને વિશ્વ બેંકના અનુમાન મુજબ નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી વિકાસ દર ઘટીને 6.9% થવાનું અનુમાન છે, જે 2021-22માં 8.7% હતો અને તેની સરખામણીમાં હાલના અનુમાનના આંકડાને મોટો ઘટાડો માનવામાં આવે છે. જો કે ઓક્ટોબરના અંદાજિત આંકડા કરતાં આ આંકડામાં ઘણો સુધારો છે કારણ કે વિશ્વ બેંકે ઓક્ટોબરમાં 2022-23 માટે જીડીપી વૃદ્ધિ 6.5 ટકાનો અંદાજ લગાવ્યો હતો.

વધતી મોંઘવારીને કારણે જીડીપી પર થઈ રહી છે અસર
વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિત વિશ્વભરની કેન્દ્રીય બેંકો તેમના વ્યાજ દરોમાં વધારો કરી રહી છે અને એ વાતની સીધી અસર દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર પડે છે. આ બધા સિવાય ચીનમાં કોરોના લોકડાઉનને કારણે સમગ્ર વિશ્વની સપ્લાય ચેઇન ખરાબ રીતે પ્રભાવિત હતી અને આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં ફુગાવાનો ભય વધી ગયો છે.

શું હોય છે GDP?
GDP એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ દેશમાં એક વર્ષમાં ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓનું કુલ મૂલ્ય છે. જીડીપી આર્થિક પ્રવૃત્તિનું સ્તર દર્શાવે છે કે કયા ક્ષેત્રોમાં વૃદ્ધિ અથવા ઘટાડો થયો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય  ભારત સરકારના જીડીપીનું મૂલ્યાંકન કરે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow