જસદણની જ્વેલરી શોપમાં મહિલાએ નજર ચૂકવી દાગીના સેરવ્યા

જસદણની જ્વેલરી શોપમાં મહિલાએ નજર ચૂકવી દાગીના સેરવ્યા

ચૂંટણીની કામગીરીમાંથી પરવારીને હાશકારો અનુભવતી પોલીસની ઠંડી ઉડાડવા અને દોડતી જ રાખવાનું તસ્કરોએ નક્કી કરી લીધું હોય એમ ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે જ ચોરી, લૂંટની ઘટનાઓ સામે આવી હતી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં જ્વેલરી શોપમાં ત્રણ મહિલા આવી હતી અને તેમણે નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મુદ્દે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. એ બાદ પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં જ એક મહિલાને ઝડપી લીધી હતી. જ્યારે અન્‍ય બે મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણના ચીતલિયા રોડ પર આવેલી એક જ્વેલર્સ શોપમાંથી દાગીના ખરીદવાના બહાને આવેલી ત્રણ મહિલા ‘કારીગરી’ કરી ગઈ હતી. માલિકની નજર ચૂકવીને સોનાની બે બૂટી, જેની કિંમત 35,000 આસપાસ થવા જાય છે, તે ચોરી ગઇ હતી. મહિલાઓ નીકળી ગયા પછી માલિકને આ તફડંચીની ખબર પડી હતી અને તેમણે CCTV ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ત્રણ મહિલા ચોરી કરતી સ્પષ્ટ દેખાતાં આ અંગે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી હતી, જ્યારે તેમની અન્ય બે સાગરીતની શોધખોળ આરંભાઈ છે.

જસદણમાં ચીતલિયા રોડ પર અવસર જ્‍વેલર્સ નામની દુકાન ધરાવતા ભાવેશભાઈ વઘાસિયાએ ત્રણ અજાણી મહિલા સામે જસદણ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદમાં જણાવ્‍યા મુજબ, ત્રણેય મહિલા ગ્રાહક બની દુકાનમાં આવી અલગ-અલગ દાગીના જોવા માગી ફરિયાદીની નજર ચૂકવી સોનાની બૂટી નંગ-2 કિં.રૂ.35,000 ચોરી કરી ગઈ હતી. દરમિયાન આ ફરિયાદ બાદ જસદણના PI પી.બી.જાની તથા ASI ભૂરાભાઈ માલીવાડે CCTV ફૂટેજના આધારે તપાસ કરી સોનાના દાગીના ચોરનારી સવિતા હકાભાઇ ભોજવિયાને ઝડપી લીધી હતી, જ્‍યારે અન્‍ય બે મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow