હોસ્ટેલમાં હવસખોર હેડમાસ્તર પર ડંડા લઈને તૂટી પડી છોકરીઓ, મારી મારીને અધમૂઓ કર્યો

હોસ્ટેલમાં હવસખોર હેડમાસ્તર પર ડંડા લઈને તૂટી પડી છોકરીઓ, મારી મારીને અધમૂઓ કર્યો

વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવાની જવાબદારી જેમના શિરે છે તેવા શિક્ષકો પોતાના ગંદા કૃત્યોથી સમાજને શર્મસાર કરી રહ્યા છે. કર્ણાટકના માંડ્યા જિલ્લાના કટેરી ગામના એક શિક્ષક છેલ્લા ઘણા સમયથી છોકરીઓ સાથે ગંદી વાતો કરતો હતો અને તેમની છેડતી કરતો હતો. આખરે એક દિવસ બધી છોકરીઓએ ભેગી મળીને હેડમાસ્તરને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું અને એક દિવસ તેમણે તેમના પ્લાનનો અમલ કર્યો અને લાગ મળ્યે સાવરણી અને લાકડીઓ લઈને હેડમાસ્તરને મેથીપાક ચખાડ્યો હતો.

છાત્રાલયમાં શું બન્યું
પોલીસના જણાવ્યા અનુસાર, ગર્લ્સ હોસ્ટેલનો હવાલો સોંપાયેલો આરોપી હેડમાસ્તર દરરોજ સાંજે ત્યાં આવતો હતો અને વિદ્યાર્થિનીઓને તેના રૂમમાં બોલાવીને છેડતી કરતો હતો અને તેમની સાથે ગંદી- ગંદી વાતો કરતો હતો.  વિદ્યાર્થીઓનો આરોપ છે કે આરોપી હેડમાસ્ટર તેમને અશ્લીલ વીડિયો જોવા અને અયોગ્ય રીતે સ્પર્શ કરવા માટે દબાણ કરતા હતા. તેમણે ધમકી આપી હતી કે, જો વિદ્યાર્થીઓ આ બાબતે કંઇ પણ જાહેર કરશે તો તેમના ટ્રાન્સફર સર્ટિફિકેટ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવશે.

હવસખોર હેડમાસ્તરને છોકરીએ પર કર્યો રેપનો પ્રયાસ
વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે તેઓ વર્ષોથી હેડમાસ્તરની આવી હરકત વેઠી રહી છે. બુધવારે સાંજે આરોપી હેડમાસ્ટરે એક વિદ્યાર્થિનીને હોસ્ટેલમાં પોતાના રૂમમાં બોલાવી હતી અને તેની સાથે યૌન શોષણનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પીડિતાએ મદદ માટે ચીસો પાડી તો તમામ છોકરીઓ તેના બચાવમાં આવી અને આરોપીનો પીછો કર્યો અને ઝાડુ અને લાકડીઓથી માર માર્યો. ગ્રામજનો પણ છાત્રાલય નજીક એકઠા થયા હતા અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કેઆરએસ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેને કસ્ટડીમાં લીધો હતો. ગર્લ્સ હોસ્ટેલ વોર્ડનની ફરિયાદ પર તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow