સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન 4 દિવસમાં 6 વિદ્યાર્થી ચોરી-ગેરરીતિ કરતા ઝડપાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન 4 દિવસમાં 6 વિદ્યાર્થી ચોરી-ગેરરીતિ કરતા ઝડપાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટ-1ના અલગ અલગ વિભાગના કુલ 59 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

જેમાં આજે પરીક્ષાનો પાંચમો દિવસ છે અને છેલ્લા ચાર દિવસમાં કુલ 6 વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી-ગેરરીતિ કરતા ઝડપાયા છે. તેની વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોપીકેસ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગઇકાલે સુરેન્દ્રનગરની કોલેજમાં ગેરરીતીનો કિસ્સો સામે આવ્યો હતો.

CCTVના આધારે ચોરી કરતા ઝડપાયા
પરીક્ષાના ચોથા દિવસે સુરેન્દ્રનગરની સંસ્કૃતિ કોલેજમાં બી.કોમ. સેમ.1 નો એક વિદ્યાર્થી કાપલીમાંથી ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. જેથી યુનિવર્સિટી દ્વારા તેની સામે કોપીકેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ખાસ પરીક્ષા કેન્દ્રો પર CCTV દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે જેના મારફત યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ દિવસે 1, બીજા દિવસે અને ત્રીજા દિવસે 2-2 વિદ્યાર્થી CCTVના આધારે ચોરી કરતા ઝડપાયા હતા.

બે શેડ્યુલમાં પરીક્ષા
આમ યુનિવર્સિટીની પરીક્ષા શરુ થયાના ચાર દિવસ સુધી દરરોજ કોપીકેસ નોંધાઈ રહ્યા છે. જેમાં ચાર દિવસમાં કોપી કેસનો આંક 6 પર પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલ સેમેસ્ટર-1 માં 59,171 વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. જેમાં કુલ બે 9.30 થી 12 અને 2.30 થી 5 એમ શેડ્યુલમાં પરીક્ષા લેવામાં આવી રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow