Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
crime

રાજકોટમાં 3 શખ્સો ઝુંપડામાં સુતેલી મહિલાને ઉઠાવીને ઝાડીમાં લઇ ગયા, બળજબરી કરતા મહિલાએ પ્રતિકાર કર્યો તો ઢોરમાર માર્યો

Gujaratnow2 min read
રાજકોટમાં 3 શખ્સો ઝુંપડામાં સુતેલી મહિલાને ઉઠાવીને ઝાડીમાં લઇ ગયા, બળજબરી કરતા મહિલાએ પ્રતિકાર કર્યો તો ઢોરમાર માર્યો

રાજકોટમાં મહિલાઓની સુરક્ષાઓ સામે ફરીથી સવાલો ઉઠી રહયા છે. થોડા દિવસ પહેલા જ અક્ષરમાર્ગ પર એક એપાર્ટમેન્ટમાં યોગા ટીચર સામે બીભત્સ ચેનચાળા કરતા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી જે ગુન્હામાં હજુ પણ આરોપી પકડાયો નથી ત્યાં બીજી એક ઘટના પ્રકાશમાં આવી છે.મોડી રાત્રે મોરબી રોડ પર એક ઝુંપડામાં પતિ સાથે સુતેલી મહિલાને મોઢે મૂંગો દઈ ત્રણ શખ્સો ઝાડીમાં લઇ ગયા હતા અને ત્યાં બળજબરી કરવાનો પ્રયાસ કરતા મહિલા તાબે ન થતા તેણીને બેફામ મારમાર્યા બાદ ત્રણેય શખ્સો નાસી ગયા હતા. મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

શહેરના મોરબી રોડ પર સિટી સ્ટેશન પાસે ઝુંપડામાં રહેતા મૂળ પડધરીના 32 વર્ષીય મહિલા ગઈકાલે રાત્રીના સમયે તેમના પતિ સાથે સુતા હતા ત્યારે તેમને મોઢે ડૂચો દઈ તેણીને ત્રણ શખ્સો ઝાડીમાં લઇ ગયા હતા અને ત્રણ અજાણ્યા શખ્સોએ બેફામ મારમારી અને નાસી ગયા હોવાની નોંધ સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાઈ છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફે મહિલાનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી હતી.

બેફામ મારમાર્યો
મહિલા અને તેમના પતિ અને સંતાનો પડધરી રહેતા હતા અને તેઓ દોઢ મહિના પહેલા જ રાજકોટના મોરબી રોડ પર સીટી સ્ટેશન પાસેના ઝુંપડામાં રહેવા આવ્યા હતા. પતિ ભંગારની ફેરી કરે છે. મહિલાએ જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે પતિ સાથે સુતા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ મોઢે ડૂચો દઈ ત્યાં નજીકમાં ઝાડીમાં લઇ ગયા હતા અને બળજબરી કરવાની કોશિષ કરી હતી અને તાબે ન થતા ત્રણેય શખ્સોએ બેફામ મારમાર્યો હતો અને મેં બુમો પાડતા ત્રણેય શખ્સો પોતાના વાહનમાં નાસી ગયા હતા.


Gujaratnow2 min read

Related News