એઈમ્સમાં ફરજ બજાવતા ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા

રાજકોટ એઇમ્સમાં ફરજ બજાવતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિ વિજય દેસાણીના પુત્ર ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. આજે વહેલી સવારે 3.45 વાગ્યા આસપાસ એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ડો. જીગર દેસાણી હેમુગઢવી હોલ નજીક કારમાં શંકાસ્પદ હાલતમાં હોવાથી પોલીસે ચેક કરતા ડો. જીગર દેસાણી નશાની હાલતમા હોવાનું સામે આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વિજય દેસાણી રાજકોટ શહેર ભાજપના આગેવાન છે અને તેમના પુત્ર વિરુધ્ધ એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અગાઉ ગત સપ્તાહ દરમિયાન એ ડિવિઝન પોલીસ દ્વારા રાજકોટ શહેર વોર્ડ નંબર 10ના યુવા મોરચાના પ્રમુખ મોનીલ શાહ વિરુદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વજુભાઈ ભરતભાઈ ડાભીએ ફરિયાદી બની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.14.07.2025ના રાત્રે 8 વાગ્યાથી તા.15.07.2025 સવારે 8 વાગ્યા સુધી હું મારી નોકરી પર હાજર હતો. મારી નોકરી પી.સી.આર વાહનમાં હતી અને પી.સી.આર વાહનમાં રાત્રે 12 વાગ્યાથી હું તથા ડ્રાઇવર હોમગાર્ડ જયભાઇ દીલીપભાઈ નીમાવત અમારા એ.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેટ્રોલીગમાં હતા. પેટ્રોલિંગ દરમિયાન સવારે 3.45 વાગ્યે હેમુ ગઢવી હોલ પાછળના ભાગે નાલા પાસે પહોચતા એક વરના કાર જીજે.12.ડીજી.8574 શંકાસ્પદ હાલતમાં ઉભી હતી તેમા ડ્રાઇવર સીટ ઉપર એક વ્યક્તિ અને તેની બાજુની સીટ પર એક બહેન બેસેલ હતા.