યુવાન રહેવા ઇચ્છતા હોય તો આ વસ્તુઓથી દૂર રહેજો, લાઇફસ્ટાઇલમાં થોડો ચેન્જ કરાવશે મોટો ફાયદો

યુવાન રહેવા ઇચ્છતા હોય તો આ વસ્તુઓથી દૂર રહેજો, લાઇફસ્ટાઇલમાં થોડો ચેન્જ કરાવશે મોટો ફાયદો

એવી કઇ વ્યક્તિ હશે જે જિંદગીભર યુવાન દેખાવા નહીં ઇચ્છતી હોય. દરેક વ્યક્તિ યંગ જ રહેવા ઇચ્છે છે, પરંતુ સાચી વાત એ છે કે ૩૦ વર્ષની ઉંમર બાદ તમારા શરીરમાં કેટલાક બદલાવો આવી જ જાય છે. તેથી જ ૩૦ વર્ષની ઉંમર પછી ખાણીપીણીમાં અને લાઇફસ્ટાઇલમાં કેટલાક પરિવર્તનો લાવવાની સલાહ આપવામાં આવે છે, જેથી વધતી ઉંમર આપણું કંઇ ન બગાડી શકે. એવી કેટલીક વસ્તુઓ છે જે તમારા ચહેરા પર ઉંમર વધારવાનું કામ કરે છે. તો જો તમે હંમેશા યંગ રહેવા ઇચ્છતા હો તો આ ફૂડથી થોડું અંતર જરૂર રાખજો.

ફ્લેવર્ડ દહીં અને યોગર્ટ
આપણે એ તો જાણીએ છીએ કે ગળી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી આરોગ્યને નુકસાન થાય છે, આ સાંભળીને આપણે મીઠી વસ્તુઓ જેમકે આઇસક્રીમ, મીઠાઇ, કેન્ડી, કૂકીઝ જેવી વસ્તુઓથી તો દુર જ રહીએ છીએ, પરંતુ એવી કેટલીક વસ્તુઓ આરોગી લઇએ છીએ જે નુકસાનકારક છે અને તે શુગરના સ્ત્રોત છે. બ્રેડ, કેચઅપ, ફ્લેવર્ડ યોગર્ટ જેવી વસ્તુઓ ખાઇને આપણે વિચારીએ છીએ કે આપણે ગળ્યું કંઇ ખાતા નથી. તો આજે જાણી લો કે આ બધી વસ્તુઓમાં જરૂરિયાત કરતાં વધુ શુગર હોય છે.

કેન્ડ સૂપ (ડબામાં બંધ સૂપ)
કોઇ પણ વ્યક્તિ માટે દિવસમાં પાંચ ગ્રામથી વધુ મીઠું હાનિકારક હોય છે. દરેક વ્યક્તિએ આખા દિવસમાં 2300 ગ્રામથી ઓછા સોડિયમનું સેવન કરવુ જોઇએ. જ્યારે હેલ્ધી હોવાનો દાવો કરનારી વ્યક્તિએ કેન્ડ સૂપનું સેવન કદાપિ ન કરવું જોઇએ. તેના એક સર્વિંગમાં તમારી અંદર આખા દિવસનું 40 ટકા સોડિયમ ચાલ્યું જાય છે. કેન્ડ સૂપના બદલે ઘરમાં તાજો સૂપ બનાવીને પીઓ.

કોલ્ડ ડ્રિંક્સ
જો તમે પેરેન્ટ્સ બનવાની તૈયારી કરી રહ્યા હોય તો કોલ્ડ ડ્રિંક્સ તમારા પરિવારનું કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. આ ડ્રિંક્સમાં કેન્સર પેદા કરનારા રંગનો ઉપયોગ થયો હોય છે. તે શરીરમાં વધુ માત્રામાં સુગર પહોંચાડે છે. ખાંડ મહિલાઓમાં ઓવ્યુલેશનને પ્રભાવિત કરે છે અને પુરુષોના શુક્રાણુઓ પર પણ ખરાબ અસર કરે છે. તેનાથી ગર્ભધારણમાં મુશ્કેલી ઊભી થાય છે.

કોકટેલ અને બિયર
ઉંમરની સાથે આપણું શરીર દારૂને પચાવવા માટે નબળું હોય છે. તેથી આપણે ઉંમર વધવાની સાથે દારૂથી દૂર જ રહેવું જોઇએ. તમારે એ વાત સ્વીકારવી જ રહી કે તમે 20થી 30ની ઉંમરે જે કામ કરી શકતા હતા તે ૩૦ ની ઉંમર પછી કરી શકતા નથી.

વ્હાઇટ બ્રેડ
બ્રેકફાસ્ટમાં વ્હાઇટ બ્રેડનું સેવન સામાન્ય ગણાય છે, પરંતુ જો નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો તે વજન વધારે છે. તેમાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેડની માત્રા વધુ હોય છે, તે શરીરમાં ફેટ વધારે છે. વ્હાઇટ બ્રેડ બ્લડ શુગરને પણ વધારે છે.

ચાઇનીઝ ફૂડ
ચાઇનીઝ ફૂડમાં ખૂબ જ માત્રામાં સોડિયમ હોય છે. તે તમારી ત્વચાનો ભેજ છીનવી લે છે. જો તમારુ બ્લડ પ્રેશર વધુ હોય તો તમારે ચાઇનીઝ ફૂડ ક્યારેય ન ખાવું જોઇએ.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow