જો Loan લેનારનું મૃત્યુ થઇ જાય તો પછી ભરપાઈની જવાબદારી કોની? જાણી લો શું છે તેની માટેના નિયમ

જો Loan લેનારનું મૃત્યુ થઇ જાય તો પછી ભરપાઈની જવાબદારી કોની? જાણી લો શું છે તેની માટેના નિયમ

આપણે દરેકે જોયું હશે અને ઘણા લોકો એ કર્યું પણ હશે કે જ્યારે પણ પૈસાની જરૂર હોય છે આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ કામો કરાવવા માટે લોકો બેંકમાંથી લોનનો સહારો લે છે. જણાવી દઈએ કે લોન પણ વિવિધ પ્રકારની હોય છે જેમ કે પર્સનલ લોન, કાર લોન, હોમ લોન વગેરે. દરેક ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ અલગ અલગ લોન છે અને એ લોન લીધા પછી દર મહિને હપ્તા ભરીને તેને ચુકવણી કરે છે. પણ ઘણી વખત એવું બને છે કે લોન લેનાર વ્યક્તિનું કમનસીબે મૃત્યુ થાય છે. પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થયા પછી લોનની રકમ બાકી રહે છે તેની કોણ ચુકવણી કરે છે? લોન લેનાર વ્યક્તિની મૃત્યુ થવાના સંજોગોમાં લોનની ચુકવણી કોણ કરશે તેના પર અનેક સવાલો ઉભા થાય છે. લોનની બાકીની રકમ તેના ઉત્તરાધિકારી એ ચૂકવવાની રહેશે કે શું? તેને લઈને કોઈ નિયમ છે કે નહીં? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે લોન લેનારની મૃત્યુ પછી લોનની ચુકવણી અંગે દરેક પ્રકારની લોનના અલગ-અલગ નિયમો હોય છે. હોમ લોન રિકવરી અંગે અલગ નિયમો છે અને પર્સનલ લોન રિકવરીના પણ અલગ નિયમો છે.

પર્સનલ લોનનું શું થશે?
જો આપણે પર્સનલ લોન વિશે વાત કરીએ તો પર્સનલ લોન સિક્યોરડ લોન નથી હોતી. આવી સ્થિતિમાં જો પર્સનલ લોન લેનાર વ્યક્તિક મનસીબે મૃત્યુ પામે છે તો બેંક અન્ય કોઈ વ્યક્તિ અથવા તેના ઉત્તરાધિકારી પાસેથી પૈસા વસૂલ કરી શકતી નથી. પર્સનલ લોનમાં જે વ્યક્તિએ લોન લીધી છે તેના મૃત્યુ પછી થી તેની લોન પણ સમાપ્ત થઈ જાય છે.

ક્રેડિટ કાર્ડની ચુકવણીનું શું થશે?
ક્રેડિટ કાર્ડ્સ અસુરક્ષિત લોનની શ્રેણીમાં આવે છે. આથી તેને સુરક્ષિત લોન તરીકે ગણવામાં આવતી નથી અને કાર્ડધારકના મૃત્યુના કિસ્સામાં બેંક બાકી રકમને રાઈટ ઓફ કરી દે છે. એટલા માટે બેંક અન્ય કોઈ વ્યક્તિ, વારસદાર અથવા કાનૂની વારસદાર પાસેથી લેણાં વસૂલ કરી શકતી નથી.

હોમ લોનનું શું થશે?
જો કોઈ વ્યક્તિ હોમ લોન લે છે અને એ લોનનમાં બદલામાં તેના ઘરના કાગળને બદલે ગીરવે મૂકે છે. અને જો હોમ લોન લીધા પછી એ વ્યક્તિની મૃત્યુ થઈ જાય છે તો આવી પરીસ્થિતિમાં તેના દ્વારા લીધેલ લોનની ચુકવણીની જવાબદારી તેના સહ-લોન લેનાર અથવા તો વ્યક્તિના ઉત્તરાધિકારીએ આ લોનની ચુકવણી કરવી પડે છે.

ઓટો લોન કોણ ચૂકવશે?
જો કોઈ વ્યક્તિએ ઓટો લોન લીધી હોય અને કોઈ કારણસર અકાળે તેનું મૃત્યુ થઈ જાય તો બાકીની રકમ પરિવારના સભ્યોએ ચૂકવવી પડશે. જો પરિવાર એ ચુકવણી નથી કરી શકતા તો બેંક કારની હરાજી કરીને તેના પૈસા વસૂલ કરે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow