સાસુ-વહૂનો ઝગડો તો રોજનો, તેનાથી કંઈ પડોશની શાંતિ ભંગ ન થઈ શકે- કોર્ટનો ચુકાદો

સાસુ-વહૂનો ઝગડો તો રોજનો, તેનાથી કંઈ પડોશની શાંતિ ભંગ ન થઈ શકે- કોર્ટનો ચુકાદો

સાસુ અને વહૂ વચ્ચેનો ઝગડો સામાન્ય છે અને કોઈ એવું ઘર ખાલી નહીં હોય કે જ્યાં સાસુ-વહૂ વચ્ચે ઝગડા ન થતા હોય. સાસુ વહૂના ઝગડા પર દિલ્હીની એક કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.  એક મહત્વના ચુકાદામાં કોર્ટે કહ્યું છે કે, ઘરની અંદર સાસુ-વહુનો વિવાદ થવો સામાન્ય વાત છે. આ પડોશીઓ અને બહારના લોકો માટે શાંતિના ભંગ માટેનું કોઈ કારણ ન બની શકે. દિલ્હીની તીસ હજારી કોર્ટના એડિશનલ સેશન્સ જજ મનીષ ખુરાનાની કોર્ટે આ કેસમાં સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (એસઇએમ) દ્વારા પુત્રવધૂ વિરુદ્ધ જારી કરવામાં આવેલી સીઆરપીસીની કલમ 107/111 રદ કરવાનો આદેશ આપ્યો હતો.

દર વખતે વહુ ખોટી હોય એવું ન બને
કોર્ટે કહ્યું કે જરૂરી નથી કે દર વખતે વહુ ખોટી હોય, તેની વાતો પણ સાચી હોય છે. આ કેસમાં પોલીસે સમજદારીથી કામ લેવું જોઈતું હતું. ઘરેલું ઝઘડાઓને શાંતિને ખલેલ પહોંચાડવા માટેનો આધાર ન બનાવવો જોઈએ.  કોર્ટે એમ પણ કહ્યું કે, આ મામલે વહુનો પક્ષ સાંભળવામાં નથી આવ્યો. તેમણે પુત્રવધૂને સીધી દોષી ઠેરવી દીધી છે.

શું હતો મામલો
અરજદાર વહૂએ કોર્ટને જણાવ્યું હતું કે, તેની સાસુ સાથે 20 ડિસેમ્બર, 2018ના રોજ ઝઘડો થયો હતો. સાસુએ પોલીસને બોલાવી. પોલીસે પુત્રવધૂ સામે શાંતિ ભંગ બદલ ગુનો નોંધ્યો છે. મહિલાને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (એસઈએમ) સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં એસઈએમે પુત્રવધૂને દોષિત ઠેરવી હતી અને છ મહિના માટે બોન્ડ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પુત્રવધૂએ એસઈએમના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે આ કેસને શાંતિ ભંગના કેસ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow