ન્યૂયર પાર્ટી માટે દીવ અને SOUમાં કેવો છે માહોલ? જુઓ હૉટેલો ફૂલ, તંત્રએ ઊભી કરી ખાસ વ્યવસ્થા

ન્યૂયર પાર્ટી માટે દીવ અને SOUમાં કેવો છે માહોલ? જુઓ હૉટેલો ફૂલ, તંત્રએ ઊભી કરી ખાસ વ્યવસ્થા

નવા વર્ષના આગમનને લઈને ગુજરાતના પ્રવાસન સ્થળો સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી, દિવના દરિયા સહિતના સ્થળોએ પ્રવાસીઓ મોજ માણી રહ્યા છે. જેને લઈને સ્થાનિક વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 31 ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે પ્રવાસીઓમાં અનેરો થનગનાટ દેખાઈ રહ્યો છે.

SOU પર નવા વર્ષની ઉજવણીને લઈને પ્રવાસીઓમાં ઉત્સાહ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ દેશ દુનિયાના લોકોમાં અનેરું આકર્ષક જમાવ્યું છે. ત્યારે આજે 31 ડિસેમ્બરને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સવારથી જ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 25 હજાર પ્રવાસીઓ નોંધાયા છે.  

ત્યારબાદ બપોર પછી 30 હજારથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. બીજી બાજુ પ્રવાસીઓના આગમનને લીધે નજીકના તમામ હોટેલ, રેસ્ટોરેન્ટનું બુકિંગ હાઉસ ફૂલ થઈ ગયું છે.  

હોટેલોના સંચાલકો દ્વારા પણ રાત્રીના સમયે ડિનર સાથે ડાન્સનું પણ આયોજન કરાયું છે. વધુમાં તંત્ર પણ એલર્ટ મોડમાં છે અને પ્રવાસીઓના ધસારાને લઈને તંત્રએ વધુ 95 બસની વ્યવસ્થા ઉભી કરી છે.


દિવમાં પ્રવાસીઓ કરશે 31 ડિસેમ્બરની ઉજવણી

આ ઉપરાંત નવા વર્ષની ઉજવણીને લઈને દીવમાં પણ  ઉમટી રહ્યા છે અને પ્રવાસન સ્થળ દીવમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. દિવના દરિયા કિનારે અને ઐતિહાસિક સ્થળોએ પ્રવાસીઓ લટાર મારી રહ્યા છે.વધુમાં હજુ પણ સહેલાણીઓનો પ્રવાહ ધીરે ધીરે આવી રહ્યા જે મોડી રાત સુધી શરૂ રહેશે. ત્યારબાદ દિવમાં મોડી રાત્રે 31 ફર્સ્ટની શાનદાર ઉજવણી કરવામાં આવશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow