ચીન-પાક.ને ફટકો!

ચીન-પાક.ને ફટકો!

સંયુક્ત રાષ્ટ્રે આખરે પાકિસ્તાની ત્રાસવાદી સંગઠન લશ્કર-એ- તોઈબાના ઉપપ્રમુખ અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. આ નિર્ણય ભારતની મોટી રાજદ્ધારી જીત અને ચીન માટે મોટા ફટકા સમાન છે. મક્કીને વૈશ્વિક ત્રાસવાદીઓની યાદીમાં મૂકવાના ભારત-અમેરિકાના પ્રયાસો આડે ચીને સતત અડચણો ઊભી કરી હતી.

ચીનની પીછેહટ થતાંની સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે મક્કીને ત્રાસવાદી યાદીમાં મૂકી દીધો છે. આ નિર્ણય બાદ તેની સંપત્તિ જપ્ત કરવા અને યાત્રા-પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં પગલાં લેવાશે. હથિયાર સંબંધિત પ્રતિબંધ પણ અમલી બનશે. ચીન અને પાકિસ્તાન દ્વારા વૈશ્વિક મંચ પર તેનો સતત બચાવ કરવામાં આવી રહ્યો હતો. ગયા વર્ષે 16મી જૂને ચીને મક્કીને વૈશ્વિક ત્રાસવાદીઓની યાદીમાં સામેલ કરવાના પ્રસ્તાવ પર બ્રેક મારવામાં સફળતા મેળવી હતી. કોઇ પણ વ્યક્તિ અથવા તો સંગઠનને પ્રતિબંધિત સમિતિ હેઠ‌ળ યાદીમાં સામેલ કરવાનો નિર્ણય સર્વસંમતિ સાથે લેવામાં આવે છે.

15 સભ્યોની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય તરીકે વિટોના અધિકાર ધરાવનાર ચીન પ્રથમ દેશ રહ્યા બાદ કેટલીક વખત અડચણો ઊભી કરી હતી. ચીને આ પહેલાં લશ્કરના પ્રમુખ હાફિઝ સઇદના સંબંધી મક્કીનું સમર્થન કર્યુ હતું. બીજી બાજુ ભારત મક્કીની સામે પ્રતિબંધને લઇને સતત દબાણ લાવી રહ્યું હતું. હવે સાત મહિના બાદ ચીનને પોતાના જિદ્દી વલણથી પીછેહટ કરવાની ફરજ પડી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow