ગુજરાત, રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ ગરમી નોંધાઈ

ગુજરાત, રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ ગરમી નોંધાઈ

દેશભરમાં સૂરજે ફેબ્રુઆરીમાં જ રૌદ્ર સ્વરૂપ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. આ વખતે હવામાનમાં વિચિત્ર પલટો આવ્યો છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં શિયાળો વીત્યા પછી વસંત ઋતુ આવે એ પહેલા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનમાં સૌથી વધુ વધારો રાજસ્થાન અને ગુજરાતમાં નોંધાયો છે. અહીં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં 9 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યો છે. દેશનું સરેરાશ તાપમાન પણ 15 માર્ચ જેવી સ્થિતિએ પહોંચી ગયું છે.

શુક્રવારે ભુજમાં સતત બીજા દિવસે દેશનું સૌથી વધુ 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરુવારે ભુજમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ફેબ્રુઆરીમાં દેશમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. શિમલા અને મસુરી જેવાં હિલ સ્ટેશનો પર તાપમાન સામાન્યથી 9 ડિગ્રી વધારે છે. અહીં એપ્રિલ મહિના જેવી સ્થિતિ સર્જાઈ છે.

ગરમી વધવાંના બે મુખ્ય કારણ| પ્રથમ: ગુજરાત અને રાજસ્થાનમાં એન્ટિ સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે અને આકાશ સ્વચ્છ છે. તેનાથી ગરમી અચાનક વધી. બીજું, કાંઠા વિસ્તારોમાં સી-બ્રીઝની શરૂઆતમાં વિલંબ એટલે કે સમુદ્રમાંથી આવતી પશ્ચિમી હવાઓ મોડી આવી રહી છે. અને પૂર્વી હવાઓ બપોર સુધી ચાલી રહી છે. સી-બ્રીઝના કારણે કાંઠા વિસ્તારમાં બપોર પછી તાપમાન નીચુ આવે છે.

હવે શું? 3-4 દિવસ સુધી આવી સ્થિતિ રહેવાની શક્યતા
3-4 દિવસ સુધી ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં તાપમાનનો રેકોર્ડ નોંધાઈ શકે છે. શનિવારે રાત સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. તેનાથી હવાની પેટર્ન બદલાશે. તાપમાનમાં વધારો અટકી શકે છે.

ભુજમાં ફેબ્રુઆરીમાં છેલ્લા 71 વર્ષનું સૌથી ઊંચુ તાપમાન નોંધાયું
ભુજમાં ફેબ્રુઆરી મહિનામાં છેલ્લાં 71 વર્ષનું સૌથી ઊંચુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. શુક્રવારે ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપતા કહ્યું હતું કે 16 ફેબ્રુઆરીના રોજ ભુજ સ્થિત હવામાન વિભાગના સ્ટેશને સૌથી ઊંચુ તાપમાન નોંધ્યું હતું. ભુજમાં વર્ષ 1952થી નિયમિત પણ તાપમાનની નોંધણી થઈ રહી છે. ભુજમાં ફેબ્રુઆરી મહિનામાં છેલ્લે 2017ની 19 ફેબ્રુઆરીએ 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ 38-40 ડિગ્રી તાપમાન રહેશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow