ચાર શખ્સોએ કારમાં બેસાડી આંખે પાટા બાંધી મારમાર્યો, સોનાની ચેઇન-આઈફોન રૂ.92 હજારની મત્તા લૂંટી ફરાર

ચાર શખ્સોએ કારમાં બેસાડી આંખે પાટા બાંધી મારમાર્યો, સોનાની ચેઇન-આઈફોન રૂ.92 હજારની મત્તા લૂંટી ફરાર

જૂનાગઢ જોશીપુરા ધનલક્ષ્મી પાર્કમાં રહેતા વિશાળ કડવાભાઈ સાવલીયા (ઉ.35) પટેલ યુવાને જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આઈ-20 કારમાં આવેલ ચાર અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી છેલ્લા દશ વર્ષથી જેતપુરના પાંચ પીપળા ગામે આવેલ જિલ્લા સહકારી બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે અને જૂનાગઢથી બાઈક પર અપડાઉન કરે છે.

કાર ચાલકે હડફેટે લઈ પછાડી દીધા બુધવારે સાંજે ફરિયાદી યુવાન પોતાની નોકરી પતાવી બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો ત્યારે પેઢલાના રસ્તે આઈ-20 કાર તેનો પીછોક રી રહી હતી. યુવાન બાઈક લઈ હાઈ-વે પર ચડયા બાદ જેતલસર જંકશન પાસે ફરિયાદી યુવાનના બાઈકને પાછળથી કાર ચાલકે હડફેટે લઈ પછાડી દીધા હતાં. ત્યારબાદ કારમાંથી એક શખ્સ નીચે ઉતરી ફરિયાદી યુવાનને કારમાં બેસી જવા કહ્યું હતું. આ વખતે ક્રેટા કાર આવીને ઉભી રહેતા આરોપીઓએ પોતાનો પ્લાન પડતો મુકી ચાલતી પકડી હતી. ફરિયાદી યુવાને ક્રેટા કારના ચાલકને પોતાની આપવીતી કહ્યા બાદ કાર ચાલકે સાંત્વના પાઠવી તમે બાઈક લઈ આગળ ચાલો હું તમારી પાછળ આવું છું તેમ કહ્યું હતું.

92,500ના મત્તાની લૂંટ ચલાવી
સંધ્યા ટાળુ થઈ ગયું હોય ફરિયાદી યુવાન બાઈક ધીમુ ચલાવતો હોય જેના કારણે ક્રેટા કારનો ચાલક આગળ નીકળી ગયા બાદ થોડીવારમાં ફરિયાદી યુવાન બાઈક પર પીપળવાના પાટીયે પહોંચ્યા ત્યાં ફરી આઈ-20 કારમાં રહેલા ચાર શખ્સોએ તેને આંતરી લીધો હતો. અજાણ્યા શખ્સોએ બેંકના પટ્ટાવાળા યુવાનનું કારમાં અપહરણ કરી આંખે પાટા બાંધી ઢીકાપાટુનો માર મારી ખીસ્સામાંથી 500ની રોકડ, આઈફોન અને સોનાનો ચેઈન મળી કુલ 92,500ની માલમત્તાની લુંટ ચલાવી હાઈવે પર જુદા જુદા સ્થળે ફેરવ્યા બાદ ફરિયાદી યુવાન પાસે 20 લાખની માંગણી કરી ધમકી આપી કારમાંથી ઉતારી મુકયો હતો.

અપહરણ, લુંટનો ગુનો દાખલ
અપહરણકારોની ચુંગલમાંથી મુકત થયેલ યુવાને પોતાની આંખના પાટો ખોલતા હાઈવે પર જાનકી હોટલ નજીક ઉભો હતો અને બાજુમાં તેનું બાઈક પડયું હોય યુવાન બીકનો માર્યો બાઈક લઈ ઘરે જતો રહ્યો હતો. આ ઘટનાની યુવાને માતા અને મામાને વાત કરતાં બીજા દિવસે જેતપુર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણ, લુંટનો ગુનો નોંધ્યો હતો. પોલીસે અપહરણ લુંટનો ભેદ ઉકેલવા જેતપુરથી જૂનાગઢ સુધીના હાઈ-વે હોટલના CCTV ફુટેજ મેળવી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

લુંટારૂઓનો પ્રતિકાર કરી શકયો નહીં
જેતપુર-જૂનાગઢ હાઈ-વે પર બેંકના પટ્ટાવાળા યુવાનનું અપહરણ કરી રોકડ, દાગીના, મોબાઈલ ફોનની લુંડ ચલાવ્યાની ઘટનામાં ફરિયાદીએ ચારેય લુંટારૂના પોલીસને વર્ણન આપ્યા હતાં જેમાં ચારેય શખ્સો 22 થી 28 વર્ષના હોવાનું અને ઘઉંવર્ણા, મધ્યમ બાંધાના હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે યુવાન વિશાલ સાવલીયાને અગાઉ આંચકી ઉપડતાં હાથે પગે ફિઝીકલ હેન્ડીકેમ થઈ ગયો હોય જેના કારણે લુંટારૂઓનો પ્રતિકાર કરી શકયો નહીં હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow